Kutch/ કચ્છ:ખરીદી કરતા પહેલા ગ્રાહક ચેતી જજો

કચ્છનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ જાણે કશુ જ બન્યું ન હોય તેમ ઘેર નિંદ્રામાં

Top Stories Gujarat

Kutch News : આજકાલ ખાદ્યપદાર્થોમાંથી જ્યાંને ત્યાં જીવાત નીકળતી જોવા મળી રહી છે. તેમાં કચ્છ પણ હવે બાકાત રહ્યું નથી. એક મહિલાએ ભૂજના સ્માર્ટ બજારમાંથી ખરીદી કરતા તેમાંથી જીવાત નીકળી હતી. આ મહિલાએ ભૂજના રામકૃષ્ણ કોલોની વિસ્તારમાં આવેલા સ્માર્ટ બજારમાંથી બ્રિટાનીયા કેક ખરીદી હતી. પરંતુ તેણે કેક તપાસતા તેમાં સળવળતું જીવડું નીકળતા મહિલા ડઘાઈ ગઈ હતી. આમ જાણીતા મોલમાંથી ખરીદેલી વસ્તુમાંથી જીવતી જીવાત નીકળતા ચકચાર મચી ગઈ છે.

લોકોના સ્વાસ્થય સાથે જે રીતે ચેડા થઈ રહ્યા છે અને બેદરકારી દાખવવામાં આવી રહી છે તે જોતા તંત્ર તરફથી કોઈ કડક કાર્યવાહી દેખાતી નથી. આવા બનાવ છતા કચ્છનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ જાણે કશુ જ બન્યું ન હોય તેમ ઘેર નિંદ્રામાં પોઢી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ પોલીસ કમિશનરની મનમાની, મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો: અમદાવાદમાં રાજપથ રોડ પરના કેફેના ફૂડમાંથી નીકળી જીવાત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે