Ahmedabad News: અમદાવાદમાં ફરી એકવાર ભોજનમાંથી જીવાત નીકલી હોવાનો કિસ્સો સામે આવતા ખાવાના શોખીનો માટે ખરાબ સમાચાર કહી શકાય. શહેરના પોશ રોડ કહેવાતા રાજપથ રોડ પરની એક કેફેમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી. રાજપથ રંગોલી રોડ પર આવેલ કોર્પોરેટ કાફેના બર્ગરમાં જીવાત નીકળતા ગ્રાહકે ઉહાપોહ મચાવ્યો હતો. ગ્રાહકના ઉહાપોહ બાદ કોર્પોરેટ કાફેના મેનેજરે તેમને સારો રિસ્સોપન્સ ના આપતા આખરે આ બનાવનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો.
થોડા સમય પહેલા એક રેસ્ટોરન્ટના પિઝાના બોક્સમાંથી જીવાત નીકળી હતી. જ્યારે હાઈવે પરની એક હોટલમાં ગ્રાહકે સુપ મંગાવ્યો હતો તેમાંથી ગરોળી નીકળી હતી. તેમજ નારણપુરામાં પ્રખ્યાત હોટલ ઘી-ગુડ નામની રેસ્ટોરન્ટના ફૂડમાંથી પણ જીવાત નીકળી હોવાના કિસ્સામાં મીડિયામાં સામે આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે
આ પણ વાંચો: Gujarat Rain Live 4 July: માંગરોળ ઘેડ પંથકની મુલાકાતે મંતવ્ય ન્યુઝ
આ પણ વાંચો: આજથી બે દિવસ સાળંગપુરમાં યોજાશે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક