Vadodara News/ વડોદરામાં મગરોનો કાળમુખ્ત શિકાર કે બીજું કંઈ? પાદરા પંથકમાં 3 મગરોના મોતથી સનસનાટી

વડોદરાના પાદરામાં આમળા, મોભા અને સાદળ ગામે ૩ મગરોના શંકાસ્પદ મોત થયા છે. વન વિભાગે (Vadodara Crocodile Death) તપાસ શરૂ કરી મગરોને પીએમ માટે ખસેડ્યા છે.

Gujarat Vadodara Trending
Vadodara Crocodile Death

Vadodara Crocodile Death: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગરોના રહસ્યમય રીતે મોતના સમાચાર સામે આવતા પશુ પ્રેમીઓ અને વન વિભાગમાં ચિંતાની લહેર પ્રસરી છે. પાદરાના અલગ-અલગ ત્રણ ગામોમાં ત્રણ મગરોના શંકાસ્પદ મોત થતા અનેક સવાલો ઉભા થયા છે.

Vadodara Crocodile Death

ત્રણ ગામોમાં મગરોના મોત(Crocodile Death)થી ચકચાર

મળતી માહિતી મુજબ, પાદરાના આમળા, મોભા અને સાદળ ગામમાં મગરો મૃત હાલતમાં મળી આવ્યા હતા. એકસાથે ટૂંકા અંતરાલમાં ત્રણ મગરોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

વન વિભાગ  એક્શનમાં

ઘટનાની જાણ થતા જ વન વિભાગ (ForestDepartment)ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગ દ્વારા ત્રણેય મૃત મગરોનો કબજો મેળવી તેમને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડવામાં આવ્યા છે. મગરોના મોત કુદરતી છે કે પછી કોઈ ઝેરી પદાર્થ અથવા અન્ય માનવસર્જિત કારણોસર થયા છે, તે પીએમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

Vadodara Crocodile Death

તપાસના ચક્રો ગતિમાન

વડોદરા જિલ્લો મગરોના વસવાટ માટે જાણીતો છે, ત્યારે પાદરાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા આ મોત પાછળ કોઈ શિકારની પ્રવૃત્તિ કે પ્રદૂષિત પાણી જવાબદાર છે કે કેમ તે દિશામાં વન વિભાગે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં વિશ્વામિત્રી પછી હવે અમદાવાદના ધોળકામાં રોડ પર મગર

આ પણ વાંચો:લો બોલો! મગર હવે સ્કૂટર પર સવાર…વડોદરામાં મહાકાય મગરનો ત્રાસ યથાવત્

આ પણ વાંચો:વડોદરામાં વિશાળકાય મગરને જોતાં જ લોકોના શ્વાસ અદ્ધર…