Vadodara News : વડોદરાની મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદ (Controversy)ઉભો થયો છે. યુનિવર્સિટીના સી.સી. મહેતા ઓડિટોરિયમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આયોજિત ‘સંસ્કાર સંગમ’ કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થિની(Student)એ બોલિવૂડના લોકપ્રિય ગીત “ધક ધક કરને લગા” પર ડાન્સ કર્યો હતો. આ પરફોર્મન્સનો વીડિયો(Dance Video) સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ભારે ચર્ચા અને વિવાદ (Controversy)સર્જાયો હતો.

વિડિયો વાઇરલ થયા બાદ યુવતીએ સોશિયલ મીડિયામાં બે વીડિયો શેર કરીને પોતાની વાત રજૂ કરી હતી. પ્રથમ વીડિયોમાં તે રડતા રડતા કહે છે કે તેણે કોઈ અશ્લીલ કપડાં પહેર્યા નહોતા, માત્ર સામાન્ય સાડીમાં પોતાની કલા રજૂ કરી હતી. તેણે જણાવ્યું કે લોકો તેના ડાન્સને અશ્લીલતા તરીકે બતાવી રહ્યા છે, જ્યારે તે માત્ર એક સ્ટેજ પરફોર્મન્સ હતું. તેણે સ્વીકાર્યું કે ગીતની પસંદગીમાં ભૂલ થઈ હોઈ શકે છે અને તે બદલ માફી પણ માંગી, પરંતુ આ મુદ્દાને અતિશય રીતે ઉછાળવો યોગ્ય નથી એવું કહ્યું.
યુવતીએ વધુમાં આક્ષેપ કર્યો કે રાજકીય લાભ માટે તેને નિશાન બનાવવામાં આવી રહી છે. તેણે કહ્યું કે લોકો તેની માનસિક સ્થિતિ વિશે વિચાર્યા વગર તેને ટ્રોલ કરી રહ્યા છે, જ્યારે દેશમાં અન્ય ઘણાં ગંભીર મુદ્દાઓ પણ છે. તેણે લોકોને અપીલ કરી કે કોઈનો વીડિયો શેર કરતા પહેલા તેની અસર વિશે વિચારવું જોઈએ.
બીજા વીડિયોમાં યુવતીએ NSUI પર ગંભીર આક્ષેપો કર્યા. તેના મુજબ, જ્યારે તેનો વીડિયો વાઇરલ કરવામાં આવ્યો ત્યારે કોઈને વાંધો નહોતો, પરંતુ જ્યારે તેણે પોતાનો પક્ષ રજૂ કર્યો ત્યારે તેની સોશિયલ મીડિયા આઈડી સસ્પેન્ડ કરાવવામાં આવી. તેણે આને મહિલાના અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો અને કહ્યું કે જો કોઈ સાચું હોય તો ખુલ્લેઆમ સામે આવીને ચર્ચા કરવી જોઈએ, આ રીતે દબાણ કરવું યોગ્ય નથી.
આ સમગ્ર ઘટનાએ યુનિવર્સિટીના વાતાવરણ અને રાજકીય સંગઠનોની ભૂમિકા અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે.
