MANTAVYA Vishesh/ વહીવટી કુશળતાની સાથે ઉદ્દાત અભિગમનું ઉત્તમ ઉદાહરણ IAS ઓફિસર અનિલ ધામેલિયા

ગુજરાતી હોવા છતાં વહીવટી ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવવી સરળ નથી, પરંતુ IAS Anil Dhameliyaએ સાબિત કર્યું છે કે સમાજને કંઈક આપવાની ઈચ્છા હોય તો સનદી ફરજ શ્રેષ્ઠ માર્ગ છે.

Mantavya Vishesh
IAS Anil Dhameliya:ગુજરાતીના ગૌરવ સમાન સનદી અધિકારી

IAS Anil Dhameliya : ગુજરાતી હોવું અને વહીવટી અધિકારી હોવું સામાન્ય રીતે બે વિરોધાભાસી મનાય છે. ગુજરાતી વેપારી હોઈ શકે કે રાજકારણી હોઈ શકે કે દુકાનદાર હોઈ શકે તેવી સામાન્ય માન્યતા છે. પણ IAS અનિલ ધામેલિયા (IAS Anil Dhameliya) આ માન્યતાથી એકદમ વિપરીત ચાલ્યા છે. તે ગુજરાતી પણ છે અને સનદી અધિકારી પણ છે. તેથી હવે સરકારી ઓફિસમાં ગુજરાતી સનદી અધિકારી હોવું કોઈ આશ્ચર્ય રહ્યું નથી. પહેલાં કરતાં વધુ પ્રમાણમાં ગુજરાતી અધિકારીઓ સનદી અધિકારી તરીકે આવી રહ્યા છે.

IAS Anil Dhameliya

સમાજને આપવાની ખેવના સાથે બન્યા સનદી અધિકારી 

ગુજરાતમાં ભાવનગરના વતની અનિલ ધામેલિયા (IAS Anil Dhameliya)એ દક્ષિણ ગુજરાતમાં B.H.M.S.માંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેના પછી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી પબ્લિક મેનેજમેન્ટમાંથી માસ્ટરની ડિગ્રી મેળવી હતી. આમ જ્વલંત શૈક્ષણિક કારકિર્દીના પગલે તે સમજી ગયા કે તેઓ ધારે તેટલું કમાઈ શકે છે, પરંતુ આ કમાણી અમુક હદ સુધી જ સંતોષ આપી શકે છે. તેમને લાગ્યું કે પોતે જે મેળવ્યું છે તે સમાજ પાસેથી મેળવ્યું છે અને સમાજને કંઇક આપવાની ખેવના છે. આના કારણે જ તેમણે જાહેર સેવાની અને સનદી અધિકારી તરીકેની કારકિર્દી પસંદ કરી.

IAS Anil Dhameliya

લોકોનું જીવન સરકારી કચેરીના ધક્કા ખાવામાં પૂરું થવું ન જોઈએઃ IAS Anil Dhameliya

હાલમાં વડોદરાના જિલ્લા કલેક્ટર તરીકે કામગીરી બજાવતા ધામેલિયા (IAS Anil Dhameliya )નો સ્વભાવ વિપરીત છે. તે શાંત રહીને કામ કરવામાં તથા એકદમ પદ્ધતિસર ધોરણે કામ કરવામાં માને છે. પ્રજાની તકલીફો અને પ્રજાની વિકાસની આકાંક્ષાનો પડઘો પાડી શકે તે જ સાચું વહીવટીતંત્ર છે તેમ તે મક્કમપણે માને છે. લોકોનું જીવન સરકારી કચેરીના ધક્કા ખાવામાં જ પૂરુ થઈ જાય તેમ તે માનતા નથી. તેથી જ તેમણે વડોદરાવાસીઓને કેટલીય સેવાઓ ઘરે બેઠા કે ઓનલાઇન જ મળે તે માટે ડિજિટલ ગવર્નન્સને પ્રાધાન્ય આપ્યું છે. તેઓ નાગરિકના જીવનને અને તેના સમયને બહુમૂલ્ય માને છે.

IAS Anil Dhameliya

સ્વચ્છતાનો સંકલ્પ ચરિતાર્થ કરવા પ્રયત્નશીલ: IAS Anil Dhameliya

સ્વચ્છતા એ જ સેવાનો પીએમ મોદીએ આપેલા સંકલ્પને તે વડોદરામાં ચરિતાર્થ કરવા પ્રયત્નશીલ છે. તે માને છે કે બુલેટ ટ્રેનના આગમનના પગલે વડોદરા મુંબઈ-અમદાવાદ કોરિડોરની વચ્ચે હોવાનો ફાયદો તેને ચોક્કસ મળશે. તેથી આગામી દાયકો વડોદરાના વિકાસનો છે. વડોદરાની વૃદ્ધિનો છે. તેની સાથે-સાથે તેમની જવાબદારીમાં પણ વધારો થશે તેમ તે સ્વીકારે છે. વિકાસ થાય તેની સાથે-સાથે તંત્રની જવાબદારીઓનો પણ વિકાસ થાય છે, તંત્રએ તેના માટે સુસજ્જ થવું પડે છે. તેના સંસાધનોથી માંડીને તેની ક્ષમતા પણ વધારવી પડે છે.

IAS Anil Dhameliya

વડોદરાને વાઇબ્રન્ટ બનાવવા પ્રયત્નશીલ

બુલેટ ટ્રેન ઉપરાંત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પણ વડોદરા પાસેથી જ પસાર થાય છે. તેના કારણે વડોદરામાં જમીનોના ભાવમાં જબરદસ્ત તેજી આવી છે. વહીવટીતંત્ર 5જીના યુગમાં તેટલી ઝડપથી પ્રતિસાદ આપે તેવું હોવું જોઈએ તે માને છે. તેથી તેઓ વહીવટીતંત્રને ગતિશીલ બનાવવા માટે પ્રયત્નશીલ છે. તે સ્પષ્ટપણે માને છે કે આખુ ગુજરાત વાઇબ્રન્ટ હોય તો વડોદરા પણ વાઇબ્રન્ટ કેમ ન હોવું જોઈએ.

IAS Anil Dhameliya

કારકિર્દીના પ્રારંભથી વહીવટી કુશળતાથી નામ કમાયા

તેમણે કારકિર્દીનો પ્રારંભ અરવલ્લી-મોડાસા જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર (DDO) તરીકે કર્યો હતો. તેઓએ આ જિલ્લામાં બજાવેલી કામગીરીના કારણે તેમને અપગ્રેડ કરવામાં આવ્યા અને તેના પછી તેમણે રાજકોટ અને છોટાઉદેપુરમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કામગીરી બજાવી હતી. તેમની કામગીરીનો આધાર સતત પ્રજાકીય સંવાદ અને તેને અનુરૂપ તંત્રની કામગીરી રહી છે. તેઓ આગળ પણ આ જ આધારે આગળ વધવા પર ભાર મૂકે છે.

IAS Anil Dhameliya

પ્રજાને વહીવટમાં હિસ્સેદાર માને છે ધામેલિયા

પ્રજાકીય સંવાદના કારણે તેઓ પામી શક્યા છે કે લોકોની તંત્ર પાસેની અપેક્ષા કઈ દિશામાં આગળ વધી રહી છે. તેના કારણે તેઓ તેને અનુરુપ તંત્રને આકાર આપવાનો પણ સતત પ્રયત્ન પણ કરી રહ્યા છે. પ્રજાકીય સંવાદ વગર કોઈ નીતિને આકાર આપવો અત્યંત અઘરો હોવાનું તે માને છે. તે તંત્ર અને પ્રજાને એકબીજાના હિસ્સેદાર માને છે. પ્રજાને હિસ્સેદાર બનાવ્યા વગર તંત્ર ક્યારેય સારી રીતે કામગીરી કરી શકવાનું નથી. જ્યારે પણ કોઈ તંત્ર પ્રજાને હિસ્સેદાર બનાવ્યા વગર આગળ વધે છો ત્યારે પ્રજા અને તંત્ર બંનેની તકલીફમાં વધારો થાય છે. તેથી વહીવટી અધિકારીની ક્ષમતા અહીં જ દેખાય છે, અહીં તેણે પ્રજા અને તંત્ર બંને વચ્ચે સમન્વય સાધીને ઇચ્છિત પરિણામ મેળવવાનું હોય છે.


આ પણ વાંચો:સિટિઝન ફ્રેન્ડલી વહીવટી અભિગમમાં પ્રવીણ છે IAS અધિકારી પ્રવીણ ચૌધરી

આ પણ વાંચો:IAS પંકજ જોશી: પ્રજાકીય આકાંક્ષાનું સરકારી નીતિઓ સાથે સમન્વય સાધવામાં કાબેલ

આ પણ વાંચો:વન સ્કૂલ, વન ગ્રાઉન્ડ: IAS ગાર્ગી જૈનની નવી પહેલ