Affordable housing market/ ગુજરાતીઓએ ‘ઘરના ઘર’ માટે તરફડિયા મારવા પડશે!

રાજ્ય સ્તરની બેન્કિંગ કમિટીના આંકડાએ પુરવાર કર્યુ છે કે મધ્યમ વર્ગ માટે હવે પોતાનું ઘર સ્વપ્ન સમાન બની રહેવાનું છે. જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં હોમ લોન લેનારાઓનું પ્રમાણ અગાઉના ક્વાર્ટરમાં 1.58 લાખથી ઘટીને સીધું 95,532 થઈ ગયું છે. આમ હોમ લોન લેનારાઓની સંખ્યામાં સીધો 39 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે.

Trending Mantavya Vishesh

ગુજરાતમાં શું રિયલ એસ્ટેટ (Real Estate) સેક્ટરમાં મંદીનો પ્રારંભ થઈ ગયો છે. કદાચ કોઈ આ વાત માનતું ન હોય તો એફોર્ડેબલ હાઉસિંગ માટે લોન લેનારાઓની ઘટેલી સંખ્યા આ વાતનો પુરાવો છે. જ્યારે બીજી બાજુએ લક્ઝરી હાઉસિંગની માંગ વધી છે. આ બાબત તે બતાવે છે કે આપણે ત્યાં સંતુલિત નહીં પણ અસંતુલિત વિકાસ થઈ રહ્યો છે.

હોમ લોનના (Home Loan) લગભગ 8.5 ટકાથી સાડા નવ ટકાની વચ્ચે ઊંચા રહેલા દરના કારણે હવે ઘરનું ઘર જાણે મધ્યમ વર્ગ માટે દોહ્યલુ બન્યું છે. આશ્ચર્યની વાત એ છે કે પહેલા અમેરિકાના ફેડ રિઝર્વના વ્યાજદરની વૃદ્ધિનું કારણ આપતી રિઝર્વ બેન્ક હવે ફેડ રિઝર્વએ વ્યાજદર ઘટાડવા માંડ્યા તો ફુગાવાનું કારણ આપે છે. આટલું ઓછું હોય તેમ ગુજરાત સરકાર તંત્રીમાં જંગી વધારો કરવા જઈ રહી છે.

આના લીધે મધ્યમ વર્ગની સ્થિતિ અત્યંત કફોડી થઈ ગઈ છે, તેમના માટે ઘરના ઘરનું સ્વપ્ન દોહ્યલુ બનવા લાગ્યું છે. રાજ્ય સ્તરની બેન્કિંગ કમિટીના આંકડાએ પુરવાર કર્યુ છે કે મધ્યમ વર્ગ માટે હવે પોતાનું ઘર સ્વપ્ન સમાન બની રહેવાનું છે. જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં હોમ લોન લેનારાઓનું પ્રમાણ અગાઉના ક્વાર્ટરમાં 1.58 લાખથી ઘટીને સીધું 95,532 થઈ ગયું છે. આમ હોમ લોન લેનારાઓની સંખ્યામાં સીધો 39 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે.

મધ્યમ વર્ગની સ્થિતિ કફોડી થઈ ગઈ છે તેનું પ્રતિબિંબ હોમ લોનની માંગમાં થયેલા ઘટાડામાં પડે છે. એકબાજુએ મોંઘવારીનો માર સહન કરતો મધ્યમ વર્ગ ક્યાંથી 9થી દસ ટકાનું વ્યાજ ભરે. આટલું ઓછું હોય તેમ હવે તંત્ર જંત્રીમાં જંગી વધારો કરવા જઈ રહ્યુ છે. તેના પગલે આગામી સમયમાં મધ્યમ વર્ગે તો ઘર ભૂલી જવું પડશે તેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યુ છે. આમ તેના માટે ભાડાનું મકાન લેવા સિવાય કોઈ ઓવારો નહીં રહે.

તંત્રના આ વલણના કારણે મધ્યમ વર્ગ માટે જાયે તો જાયે કહાં તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. મોંઘવારીના મારની વચ્ચે પીસાતા મધ્યમ વર્ગની સ્થિતિ અત્યંત નાજુક છે. એકબાજુએ રિઝર્વ બેન્ક અને બીજી બાજુથી સરકાર તથા ત્રીજી બાજુએ મોંઘવારી તથા ચોથી બાજુએ મર્યાદિત આવક તથા આ આવક પણ અનિશ્ચિત છે, આ સંજોગોમાં મધ્યમ વર્ગ માટે અસ્તિત્વ ટકાવવું મોટો પ્રશ્ન બન્યો છે ત્યારે તે ઘર અંગે વિચારી પણ ન શકે તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે.

બીજી બાજુએ મોંઘા એટલે કે વૈભવી મકાનોના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે, એસએલબીસીના આંકડા જ જણાવે છે કે હોમ લોન લેનારાનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ લોનની સરેરાશ રકમમાં જંગી વધારો થયો છે. પ્રતિ ગ્રાહક લોનની સરેરાશ સાત લાખ રૂપિયાની આસપાસ હતી તે સીધી 120 ટકા વધીને 15 લાખ પર પહોંચી ગઈ છે. આમ ગુજરાતમાં મધ્યમ વર્ગના મકાનો બનવાની સંખ્યા ઘટી છે, પરંતુ લક્ઝુરિયસ મકાન બનવાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. આવકની વધતી જતી અસમાનતાનું આનાથી મોટું ઉદાહરણ કયું હોઈ શકે. આમ જેની પાસે છે તેની પાસે વૈભવી મકાનો છે, પરંતુ નથી તેની પાસે કશું જ નથી. આવકની વધતી જતી આ અસમાનતા આગળ જતાં સામાજિક, આર્થિક અને રાજકીય પ્રશ્નો ઊભા કરી શકે છે.

સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના અધિકારીનું કહેવું છે કે રાજ્યમાં એફોર્ડેબલ હાઉસિંગ માટેની લોન લેનારાની સંખ્યામાં ઘટાડો બજારની સ્થિતિનો અંદાજ આપે છે. હાલમાં એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં માંગ સાવ તળિયે જ જઈ રહી છે તેમ કહી શકાય. તેનાથી વિપરીત પ્રીમિયમ અને લક્ઝુરિયસ હાઉસિંગ સેક્ટરની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ટ્રેન્ડની આગામી સમયમાં વ્યાપક અસરો જોવા મળી શકે છે. આ ઉપરાંત રાજ્ય સરકારે એપ્રિલ 2023માં જંત્રીના દરમાં સીધો 400 ટકાનો વધારો ઝીંક્યો તેની પણ અસર જોવા મળી હતી. તેના લીધે રેસિડેન્સિયલ રિયલ એસ્ટેટ સેક્ટરમાં માંગ પર અસર પડી હતી,

રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા 2016-17થી પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળની જુદી-જુદી ચાર યોજનાઓનો પહેલો રાઉન્ડ 2024-25માં પૂરો થાય છે. તેના પછી 2025-26થી બીજો રાઉન્ડ ચાલશે. પહેલા રાઉન્ડમાં કુલ 1.56 લાખ મકાનો પૂરા થશે. તેમા કેન્દ્ર સરકાર યુનિટ દીઠ 1.50 લાખ રૂપિયાની મદદ આપશે. જ્યારે રાજ્ય સરકાર બે લાખની સહાય કરશે. આગામી પાંચ વર્ષમાં આ ચાર યોજનાઓમાં કેટલા મકાન બનાવવા તેનો લક્ષ્યાંક કેન્દ્ર સરકારે હજી આપ્યો નથી.

રાજ્ય સરકારના અંદાજ મુજબ 1.50 લાખ જેટલા મકાનો બાંધવાનો અંદાજ મળી શકે. હવે 2015-16થી 2024-25 દરમ્યાન કુલ 1.42 લાખ મકાનો બન્યા છે. તેમા પણ છેલ્લા ત્રણ વર્ષમાં ક પણ મકાન ન બનતા 1.56 લાખ મકાનનો લક્ષ્યાંક પૂરો થયો નથી. આ બતાવે છે કે રાજ્યમાં એફોર્ડેબલ હાઉસિંગને કેવો ફટકો પડ્યો છે. હવે શું એફોર્ડેબલ હાઉસિંગની ઘટતી માંગના કારણે મકાનો બન્યા નથી કે તંત્રએ જ ફાળવણી કરી નથી તેની આગામી સમયમાં ખબર પડશે. પણ હવે તંત્રને પણ જાણે એફોર્ડેબલ હાઉસિંગમાં ખાસ રહ્યો નથી લાગતો. ગરીબ અને મધ્યમ વર્ગની આમ પણ વોટ સિવાય ક્યાં જરૂર રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પોરબંદરમાં દૂષિત પાણીનો વિરોધ : પાણીની અંતિમયાત્રા કાઢીને, સરકાર સામે આક્રોશ

આ પણ વાંચો: પોરબંદરમાં મધદરિયે મદદ… માછીમારો માટે કોસ્ટગાર્ડ બન્યું તારણહાર

આ પણ વાંચો: પોરબંદરના દરિયામાંથી 500 કરોડથી વધુ કિંમતનું 500 કિલો ડ્રગ્સ ઝડપાયું