ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) કાનપુરમાં વાર્ષિક રમતોત્સવ ‘ઉદ્ઘોષ 2023’ દરમિયાન ચાલી રહેલી કબડ્ડી મેચ કુસ્તીમાં ફેરવાઈ હતી. અહીં બે ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. આ દરમિયાન ખેલાડીઓએ એકબીજાને લાત મારી અને નજીકમાં પડેલી ખુરશીઓ વડે માર માર્યો. મહિલા ખેલાડીઓએ સ્થળ પરથી ભાગવું પડ્યું હતું. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
IIT કાનપુર ખાતે દર વર્ષે યોજાતા વાર્ષિક રમતોત્સવમાં બહારની સંસ્થાઓની ટીમો પણ ભાગ લે છે. આ બંને ટીમ બહારની હોવાનું કહેવાય છે. બંને ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. જો કે કાનપુર પોલીસને હજુ સુધી આ માહિતી આપવામાં આવી નથી. આ ઘટનામાં ઘાયલ થયેલા ખેલાડીઓ વિશે જાણકારી સામે આવી નથી. સંસ્થા તરફથી હજુ સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. મારામારીના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
ખેલાડીઓ વચ્ચે લડાઈનો વીડિયો
At IIT Kanpur, a Kabbadi match between two guest teams turned into WrestleMania. pic.twitter.com/rClOpdXvXQ
— Piyush Rai (@Benarasiyaa) October 9, 2023
આ પણ વાંચો: Explained/ ચાર દેશ વચ્ચે જંગ-14 વચ્ચે તનાવ, શું ત્રીજું વિશ્વયુદ્ધ છે નજીક?
આ પણ વાંચો: Israel-Gujarati/ કેટલાય ગુજરાતીઓ પર ઘાત છે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ
આ પણ વાંચો: CWC/ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાસે શું છે પ્લાન?

