Nitin Gadkari's biopic/ નીતિન ગડકરીની બાયોપિક ‘ગડકરી’નું ટીઝર આ દિવસે રિલીઝ થશે

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની બાયોપિક ‘ગડકરી’ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે.જેનું નિર્દેશન અનુરાગ રાજન ભુસારી કરી રહ્યા છે.

Trending Entertainment

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની બાયોપિક ‘ગડકરી’ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે.જેનું નિર્દેશન અનુરાગ રાજન ભુસારી કરી રહ્યા છે.

હવે મેકર્સે સોમવારે ‘ગડકરી’નું ટીઝર રિલીઝ કર્યું છે, જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.આ ફિલ્મ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવવાની છે. હિન્દી દર્શકો માટે નિરાશા છે કારણ કે ‘ગડકરી’ માત્ર મરાઠી ભાષામાં જ રિલીઝ થશે.

 

અભિજીત મજુમદાર દ્વારા પ્રસ્તુત ફિલ્મ ‘ગડકરી’ અક્ષય અનંત દેશમુખ દ્વારા નિર્મિત છે. મિહિર ફતેહ આ ફિલ્મના સહ-નિર્માતા છે, જ્યારે ‘ગડકરી’ની વાર્તા અનુરાગ રાજન ભુસારીએ લખી છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટને લગતી કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી.

 

આ ફિલ્મમાં ગડકરીની શરૂઆતના જીવનથી લઈને નેતા બનવા સુધીની સફર બતાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘ગડકરી’નું પોસ્ટર પહેલા જ સામે આવ્યું છે.


આ  પણ વાંચો :Copy of PM Modi dialogue/‘તેજસ’ના મેકર્સે પીએમ મોદીના આ ડાયલોગની નકલ કરી, કંગના રનૌતે કહ્યું- ‘તમને ચોક્કસથી ક્રેડિટ મળશે’

આ  પણ વાંચો :Dhak Dhak Trailer Release/ધક ધક ટ્રેલરમાં બાઇકર ગ્રેની બનીને રત્ના પાઠક શાહે બતાવ્યો પોતાનો જાદુ, 4 બાઇકર મહિલાઓની સાહસિક સફર ધમાકેદાર

આ  પણ વાંચો :Shah Rukh Khan Y+ Security/શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની મળી ધમકી, મહારાષ્ટ્ર સરકારે આપી Y+ સુરક્ષા