એશિયા કપ 2023માં ગઈકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં જ્યાં દુનિથ વેલ્લાલગેએ પોતાની બોલિંગથી ધૂમ મચાવી હતી. તો ભારતીય ટીમે પણ શાનદાર વાપસી કરી હતી અને 41 રનથી જીત મેળવી હતી. મેચમાં એક સમયે જ્યાં શ્રીલંકાની ટીમ જીત તરફ આગળ વધી રહી હતી તો બીજી તરફ વિરાટ કોહલી પોતાના ડાન્સથી દર્શકોના દીલ જીતી લીધા હતા.
આ મેચમાં વિરાટ કોહલી એક મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ તેની તેના પર વધુ અસર થઈ ન હતી કારણ કે હંમેશા ક્રિકેટ સુપરસ્ટાર જ્યારે બેટિંગ કરવા માટે બહાર આવ્યો ત્યારે તે મસ્તીના મૂડમાં જોવા મળે છે.
Virat Kohli having some fun during the game last night 😀 #SLvIND #Asiacuo2023 pic.twitter.com/tMyQcFIOMw
— Nibraz Ramzan (@nibraz88cricket) September 13, 2023
આ મેચ દરમિયાન એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં વિરાટ કોહલી બ્રેક દરમિયાન બોલિવૂડ સોંગ ‘લુંગી ડાન્સ’ પર થીરકતા જોવા મળે છે. ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનો ડાન્સ જોઈને તેમના ફેન્સ પણ ખુશ થઈ જાય છે.
ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી
ભારતીય ટીમ શ્રીલંકાને 41 રનથી હરાવ્યું હતું. આ જીતે એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારતનું સ્થાન પણ નિશ્ચિત કરી દીધું છે. ભારતીય ટીમ 213 રનના નજીવા સ્કોર પર આઉટ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: Ayodhya/ શ્રી રામ જન્મભૂમિ સ્થળનું ખોદકામ દરમિયાન પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા
આ પણ વાંચો: Surat-IT Raid/ સુરતમા આવકવેરા ખાતું ત્રાટક્યુઃ એક સાથે 35 સ્થળોએ દરોડા
આ પણ વાંચો: INDIA Meeting/ I.N.D.I.A.ની સંકલન અને ચૂંટણી વ્યૂહરચના સમિતિની પ્રથમ આજે પ્રથમ બેઠક
