Ajab Gajab News: ખૂબસૂરત અને યુવાન દેખાવા માટે લોકો જાત-જાતના અખતરા કરતા હોય છે અને ઘણા તો હદ વટાવી દે છે! બ્રિટનની મોડેલ સોફિયાના લિપ્સ (Sophia Lips) આજકાલ સોશિયલ મીડિયા પર સુર્ખીઓમાં છે.
એને બ્રિટનની સૌથી મોટા હોઠ વાળી મહીલા (British Woman with Biggest Lips) કહેવામાં આવે છે. સુંદર દેખાવાનો એવો શોખ ચડ્યો કે એણે પોતાના જીવની પણ પરવા ન કરી! જ્યારે ડૉક્ટરોએ આ યુવતીના હોઠમાં વધુ ફિલર નાખવાનો ઈન્કાર કરી દીધો તો એણે ઘરે જ પોતાની સર્જરી કરી લીધી! આ અજબ કિસ્સો સાંભળનારા સૌ કોઈ આશ્ચર્યચકિત્ થઈ ગયા છે.
ડૉક્ટરોએ Sophia Lips ની સર્જરી કરવાની કેમ મનાઈ કરી દીધી?
Need to Know ના એક રિપોર્ટ અનુસાર, સોફિયાને પ્લાસ્ટિક સર્જરી (Plastic Surgery) કરાવવાનો અને ઢીંગલી જેવી દેખાવા (Doll Like appearance)નો ઘણો શોખ છે. કેટલાક દિવસ પહેલા એણે પોતાના હોઠના તમામ ફિલર કઢાવી નાખ્યા જેથી એ પોતાનો અસલી ચહેરો જોઈ શકે! પણ એને એ લુક પસંદ ન આવ્યો અને એ ફરીથી પહેલા જેવી જ દેખાવા માગતી હોવાથી ક્લિનિક ગઈ. જ્યાં ડૉક્ટરોએ એની (Sophia Lips) સર્જરી કરવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી કારણ કે એના હોઠ અગાઉથી જ ઘણા વધારે ખેંચાયેલા હતા અને ફિલર (Filler) ભરાવવું એના સ્વાસ્થ્ય માટે ખતરનાક (Health Risk) સાબિત થઇ શકે એમ હતું.

6 અઠવાડિયાનો ઑનલાઇન કોર્સ કરીને જાતે જ સર્જરી કરી! (British Model Sophia Did Self Surgery)
ડૉક્ટરોએ ઇન્કાર કર્યા બાદ સોફિયા હારી નહિં. એણે લગભગ 500 પાઉન્ડ ખર્ચીને 6 અઠવાડિયાનો એક ઑનલાઇન કોર્સ કર્યો. આ કોર્સમાં હોઠ, ગાલ અને ચિબૂકમાં ફિલર અને બોટોક્સ (Botox) લગાવવાની રીત દર્શાવવામાં આવી હતી. કોર્સ કર્યા બાદ એણે ઑનલાઇન એક કોરિયન કંપની પાસેથી 20 ફિલર સિરિન્જ મંગાવી અને જાતે પોતાના હોઠોમાં ઈન્જેક્શન (Injections) લગાવી દીધા!
સોફિયાનું કહેવું છે કે આ કામ એણે કોઈ ડૉક્ટરથી પણ સારી રીતે કરેલું છે. પરંતુ, હૅલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે આ રીતે ઘરે જાતે ઈન્જેક્શન લગાવવા જીવલેણ નીવડી શકે છે.

અગાઉ પણ સોફિયા આ જોખમ લઇ ચૂકી છે
આવું પહેલી વાર નથી થયું જ્યારે સોફિયાએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હોય! આ અગાઉ પણ એક ખતરનાક સર્જરી બાદ એના શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયેલું અને એનો જીવ જતા-જતા બચી ગયો હતો. આમ છતાં એ જીદ્ પર આવેલી છે.
સોફિયા કહે છે કે લોકો એના વિશે શું વિચારે છે એનાથી એને ફરક નથી પડતો. જ્યારે પણ એ બહાર નીકળે છે ત્યારે લોકો એને જોઇને નવાઇ પામે છે અને ફોટો ખેંચે છે. એનું કહેવું છે કે એ જ્યાં સુધી એક પરફેક્ટ ઢીંગલી જેવી નહિં લાગે ત્યાં સુધી અટકશે નહિં!
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
