Ajab Gajab News: બ્રિટનની રહેવાસી 46 વર્ષની સારા વિલ્કિંસન (sarah wilkinson, Barbie Girl Britain)ની આ અનોખી કહાણી આજ કાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
શું તમે ક્યારેય એવા માણસને જોયો છે કે જેના મગજ પર કોઈ એક જ રંગનું ભૂત સવાર થઈ ગયું હોય? અને એ પોતાની આખીયે દુનિયા આ જ રંગમાં રંગી નાખે? બ્રિટનની રહેવાસી 46 વર્ષની સારા વિલ્કિંસન (Sarah Wilkinson, Barbie Girl Britain)ની આ અનોખી કહાણી આજ કાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. સારાએ છેલ્લા 8 વર્ષોમાં પોતાની મહેનત અને લગભગ 25,000 પાઉન્ડ અર્થાત્ ભારતીય ચલણ પ્રમાણે લગભગ 32 લાખ રુપિયા ખર્ચીને પોતાના 5 ઓરડા વાળા ઘરને અસલી બાર્બી ડૉલ હાઉસ (Barbie Doll House)માં ફેરવી નાખ્યું છે! નવાઈની વાત તો એ છે કે એના ઘરની દિવાલો અને કિચન જ નહિં પરંતુ એની પાવર ડ્રિલ મશીન, લેપટૉપ, લગૅજ અને એની ગાર્ડનની હોઝ પાઈપ સુદ્ધાં ગુલાબી (Pink) રંગની છે!

Barbie Girl Britain ની 8 વર્ષની મહેનત અને 32 લાખ રુપિયાનો ખર્ચો
યૂકેની મીડિયા રિપોર્ટસ અનુસાર, સારાનું કહેવું છે કે એને બાળપણથી જ ગુલાબી રંગ ઘણો જ પ્રિય હતો.પરંતુ એને ખુલીને જીવવાની આઝાદી ત્યારે જ મળી જ્યારે એણે પોતાની જૂની રિલેશનશિપથી બહાર નીકળીને પોતાનું ઘર ખરીદ્યું. ત્યાર બાદ એણે પાછળ ફરીને નથી જોયું…એણે ધીમે-ધીમે પોતાના ઘરના દરેક ખૂણા, સીડીઓ, દરવાજા, બાથરુમ અને કિચન સુદ્ધાંના સામાનને ગુલાબી રંગે રંગાવી દીધા! આ એને ગુલાબી સપનાનું ઘર છે જેમાં એનો પતિ ટિમ એને પૂરો સહયોગ આપે છે. જો કે, ઘરમાં ટિમ માટે એક ‘મેન કૅવ’ (Man Cave) એટલે કે ઑફિસ રુમ છે જેને પૂર્ણ રીતે પિંક ફ્રી (Pink Free Area) રાખવામાં આવ્યો છે જેથી એ શાંતિથી ત્યાં રહિ શકે!

કેવળ ઘર જ નહિં, જીંદગી પણ પિંક પિંક!
સારા (Barbie Girl Britain)નું આ ગુલાબી રંગ વિશેનું ગાંડપણ કેવળ દિવાલો સુધી જ સીમિત નથી પણ એનું આખું કબાટ પિંક કપડાથી ભરેલી છે. એના વાળ પણ ગુલાબી છે અને એમની બીએમડબલ્યૂ કાર (Pink BMW Car)ના વિંગ મિરર્સ, બેઝ અને નંબર પ્લેટ પણ આ જ રંગમાં રંગાયેલા છે. જ્યારે પણ એ બહાર નીકળે છે ત્યાર લોકો એને જોઈને આશ્ચર્યચકિત્ થઈ જાય છે! એને જોઈને એક નાની બાળકીએ પોતાની માતાને બૂમ પાડીને કહ્યું પણ હતું, “જુઓ આ તો બાર્બી છે!” એ ત્યારથી બાર્બી તરીકે મશહૂર થઈ ગઈ છે.

લોકો એને પાગલ પણ કહે છે પણ સારાને ફરક નથી પડતો!
દરેક વાયરલ (Viral News) કહાણીની જેમ સારા (Barbie Girl Britain)ને પણ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ મળે છે. જેમાં કેટલાક દોસ્ત અને ઑનલાઇન સોશિયલ મીડિયા (Social Media) યૂઝર્સ એની પ્રશંસા કરતા થાકતા નથી તો બીજી તરફ કેટલાક લોકો એને થોડી ‘સનકી’ અથવા ‘પાગલ’ પણ કહે છે! પરંતુ સારા આ બધી વાતોને મન પર નથી લેતી અને એનું માનવું છે કે, જીવન ઘણું જ નાનુ છે. એટલે કોઈની પણ પરવા કર્યા વિના પોતાની રીતે જીવવું અને અલગ ઓળખ બનાવવામાં જ વાસ્તવિક ખુશી મળે છે. હવે સારા પોતાના આ પિક હાઉસને વેચીને એક શાંત ગ્રામીણ જીવનની શોધમાં આગળ વધવાની તૈયારી કરી રહી છે, જ્યાં એનું ભાવિ ઘર પણ ગુલાબી જ હશે!
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
