Ajab Gajab News: સુરત શહેરમાં બની રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1 (Surat Metro) અંગે મેટ્રો પ્રશાસન પ્રકૃતિ સાથે પ્રગતિનો દાવો કરી રહ્યું છે. અડાજણ વિસ્તારમાં સ્થિક લગભગ 700 વર્ષ જૂના ઐતિહાસિક આફ્રીકન બાઓબાબ વૃક્ષ (African Baobab Tree, Adajan) જેને સ્થાનિક ભાષામાં ચોર આમલી કહેવાય છે એને બચાવવા માટે મેટ્રો લાઈનનું અલાઈનમેન્ટ એટલે કે રુટ (Surat Metro Route) બદલવામાં આવ્યો છે! આની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
સ્થાનિક લોકોના ભરપૂર વિરોધ અને પ્રયાસોને માન આપીને તથા પર્યાવરણ પ્રેમને કારણે આ પ્રાચીન વૃક્ષને બચાવી લેવાયું છે. જો કે, એક તરફ 700 વર્ષ જૂના વૃક્ષ (700 years old tree)ને બચાવવા માટે મેટ્રો ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે જ્યારે આ સમગ્ર મેટ્રો કોરિડોર અને ડિપો ક્ષેત્રમાં 932 હર્યાભર્યા વૃક્ષોને કાપવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

700 વર્ષ જૂનું ચોર આમલીનું વૃક્ષ (700 years old tree in Surat Metro Route)
સુરતના અડાજણ ક્ષેત્રમાં સ્થિત આફ્રીકન બાઓબાબ વૃક્ષ જેને સ્થાનિક લોકો ‘ચોર આમલી’ (Chor Amli)ના નામે ઓળખે છે એ સુરતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખાણ રહ્યું છે. જ્યારે મેટ્રો ફેઝ-1 (Surat Metro)ના નિર્માણ દરમિયાન આ 700 વર્ષ જૂના વૃક્ષ પર સંકટ આવ્યું તો સ્થાનિક રહેવાસીઓ, પર્યાવરણવિદો અને નાગરિકોએ એના સંરક્ષણ માટે અવાજ ઉઠાવ્યો હતો. જનતાના વિરોધ અને આ વૃક્ષ (Historical Tree)ના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખતા મેટ્રો રેલ પ્રશાસને પોતાના રુટની ડિઝાઈન બદલવી પડી હતી. અને બાદમાં મેટ્રો પ્રશાસનની આ એક પર્યાવરણીય ઉપલબ્ધિ તરીકે ગણાવવામાં આવી રહી છે.
40.35 કિમી રુટ પરના 932 વૃક્ષો કાપવાનો પ્રસ્તાવ
મેટ્રો ફેઝ-1 (Surat Metro)ની કુલ લંબાઈ 40.35 કિમી છે. આ પૂર્ણ કોરિડોર અને ડિપો ક્ષેત્ર માટે કરવામાં આવેલા પ્રાથમિક સર્વેમાં 2,500 વૃક્ષ પ્રભાવિત થયેલા જોવા મળ્યા હતા. પર્યાવરણીય રિપોર્ટના આંકડા અનુસાર આ પ્રભાવિત 2,500 વૃક્ષો પૈકીના 932 વૃક્ષ કાપવાની યોજના બનાવવામાં આવી હતી. હવે પ્રશ્ન એ પણ થાય છે કે, એક તરફ 1 ઐતિહાસિક વૃક્ષને બચાવીને પ્રશંસા મેળવી રહેલું મેટ્રો પ્રશાસન શહેરની હરિયાળીને નુકસાન નથી પહોંચાડી રહ્યું? જો કે, ક્ષતિ પૂર્તિ માટે ખજોદ સ્થિત ડ્રીમ સીટી ડિપો પરિસરમાં 3,000 થી વધુ પ્લાન્ટ્સ લગાવવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

સુરત મેટ્રોએ દેશમાં કેટલાયે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા
વૃક્ષોના આ વિવાદને બાજુમાં રાખીએ તો સુરત મેટ્રો પ્રોજેક્ટ (Surat Metro)માં ટેકનિકલ અને માળખાગત ક્ષેત્રોમાં દિશમાં કેટલાયે નવા રેકોર્ડ નોંધાવી રહ્યું છે. મસ્કતી હોસ્પિટલ અને લાભૈશ્વર દેશના પ્રથમ સ્ટૈક્ડ મેટ્રો સ્ટેશન (India’s First Stacked metro station) છે જે 110 ફૂટ ઊંડાણમાં ભૂગર્ભ સ્ટેશન બનાવાઇ રહ્યા છે. એક જ પ્રોજેક્ટમાં બે સ્ટેક્ડ સ્ટેશન બનાવવાનો આ નવો રેકોર્ડ છે. હીરા નગરી તરીકે ઓળખાતા સુરતની ઓળખાણ દર્શાવતા મેટ્રોની સિલીંગ અને એલીવેશનમાં અનોખી ડાયમંડ કટ ડિઝાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો છે!
6 ભૂમિગત સ્ટેશનોને IGBC ના ગ્રીન માપદંડના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. વીજળીની આપૂર્તિ માટે 750V DC થર્ડ રેલ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. મજૂરા ગેટ સ્ટેશન સુરતનું પ્રથમ ઇન્ટરચેન્જ હબ બનશે, જ્યારે ડ્રીમ સિટી ડિપો (Dream City)માં એક સાથે 24 ટ્રેનને રાખવાની ક્ષમતા હશે!
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
