અલ્બેનિયાના વડા પ્રધાન એડી રામાએ જાહેરાત કરી છે કે તેમના AI જનરેટ થયેલા મંત્રી ગર્ભવતી છે. ડાએલા નામનો આ રોબોટ 83 આર્ટિફિશિયલ બાળકોની અપેક્ષા રાખી રહ્યો છે. તેમણે કહ્યું કે 83 નવા “બાળકો” સમાજવાદી પક્ષના સાંસદોના સહાયક તરીકે સેવા આપશે. રામાએ જણાવ્યું હતું કે આ AI સહાયકો 2026 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે અને સાંસદોને વિવિધ મહત્વપૂર્ણ કાર્યોમાં મદદ કરશે. આ જાહેરાત સાથે, ડાયેલા નામના આ AI મંત્રીએ વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચ્યું છે.
કોણ છે ડાએલા
અલ્બેનિયાએ સપ્ટેમ્બરમાં સત્તાવાર રીતે AI-આધારિત મંત્રીની નિમણૂક કરી હતી, જેનો ઉદ્દેશ્ય દેશની જાહેર ખરીદી પ્રણાલી સંપૂર્ણ પારદર્શિતા સાથે કાર્ય કરે અને ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરે તે સુનિશ્ચિત કરવાનો હતો. જાન્યુઆરીમાં ઈ-અલ્બેનિયા પોર્ટલ પર વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તરીકે શરૂ કરાયેલ, ડિએલા નાગરિકો અને વ્યવસાયોને સરકારી દસ્તાવેજો મેળવવામાં મદદ કરે છે. AI મંત્રીને પરંપરાગત અલ્બેનિયન પોશાક પહેરેલી મહિલા તરીકે દર્શાવવામાં આવ્યા છે. જનતા સમક્ષ તેમનો પરિચય કરાવતા, રામાએ ડિએલાને “કેબિનેટના પ્રથમ સભ્ય” તરીકે વર્ણવ્યા જે શારીરિક રીતે હાજર નથી, પરંતુ AI દ્વારા વર્ચ્યુઅલ રીતે બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: બ્રિટનમાં જાતિવાદી ટિપ્પણીઓ કરી ભારતીય મૂળની મહિલા પર દુશકર્મ આચર્યુ
આ પણ વાંચો: ન્યૂયોર્કમાં ‘મૂનલાઇટનિંગ’ના આરોપમાં ગુજરાતીની ધરપકડ
