World News/ અમેરિકા ટેન્શનમાં! યુક્રેન થરથર કાંપ્યું…!! રશિયાની ‘અદ્રશ્ય’ મિસાઈલના પરીક્ષણથી પશ્ચિમી દેશોમાં હલચલ…

આ એક ક્રુઝ મિસાઇલ છે જેને ‘9M730 બ્યૂરોવેસ્ટનિક’ નામ આપવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે, ‘જો આ મિસાઇલને સંપૂર્ણપણે તૈનાત કરી દેવાય તો એ અમેરિકાને…

Top Stories World

World News: રશિયાએ યુક્રેન સાથે-સાથે જગત જમાદાર અમેરિકા (America)નું પણ ટેન્શન વધાર્યું છે. રશિયાએ ‘અદૃશ્ય’ મિસાઈલનું પરીક્ષણ કરીને પશ્ચિમી દેશોને થથરાવી દીધા છે! રશિયાના દાવા મુજબ, આ નવી મિસાઇલ 15 કલાક સુધી ઉડાન ભરી 14,000 કિલોમીટરનું અંતર કાપવામાં સફળ રહી છે.

15 કલાક ઉડાન ભરી 14,000 કિલોમીટરનું અંતર કાપ્યું

યુક્રેન વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, રશિયા (Russia)એ પરમાણુ મિસાઇલ (Nuclear Missile)નું પરીક્ષણ કર્યું છે, જે અમર્યાદિત રેન્જ અને મહિનાઓ સુધી હવામાં રહેવાની ક્ષમતા ધરાવે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)ના જણાવ્યા અનુસાર, આ મિસાઇલે હાલમાં 14,000 કિલોમીટરની રેન્જમાં 15 કલાક સુધી ઉડ્ડયન કર્યું હતુ. આ સમગ્ર ઉડાન દરમિયાન, ‘બ્યૂરોવેસ્ટનિક’ નામની આ અદ્રશ્ય મિસાઇલ સંપૂર્ણપણે દુનિયાથી નજરથી છુપાયેલી રહેવામાં સફળ રહી હતી!!

‘બ્યૂરોવેસ્ટનિક ક્રુઝ મિસાઇલ’નું સફળ પરીક્ષણ

રશિયન રાષ્ટ્રપતિ પુતિને રશિયન-યુક્રેનિયન રણભૂમિની આ રવિવારે મુલાકાત લીધી હતી અને રશિયન ફિલ્ડ કમાન્ડરો સાથે મુલાકાત કરી હતી. રશિયન સૈનિકોને સંબોધતી વખતે, પુતિને ‘બ્યૂરોવેસ્ટનિક ક્રુઝ મિસાઇલ’ના સફળ પરીક્ષણ (Beauro westnic missile launch) અંગેની માહિતી શૅર કરી હતી. રશિયન ‘ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ’ (આર્મી ચીફ) વેલેરી ગેરાસિમોવના અહેવાલનો હવાલો આપતા પુતિને જણાવ્યું હતું કે, “21 મી ઓક્ટોબર (21 October)ના રોજ આ ‘બ્યૂરોવેસ્ટનિક ક્રુઝ મિસાઇલ’ દ્વારા 14,000 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું છે અને વિશ્વની તમામ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ (Air Defence Systems)ને હરાવવાની ક્ષમતા આ મિસાઈલે દર્શાવી છે! વિશ્વની તમામ સંરક્ષણ પ્રણાલીઓ આ મિસાઇલને શોધવામાં નિષ્ફળ સાબિત થઈ છે.”

વિશ્વના કોઈ પણ દેશ પાસે આવું શસ્ત્ર ઉપલબ્ધ નથી

પુતિન (Putin)ના જણાવ્યાનુસાર, “દુનિયામાં બ્યૂરોવેસ્ટનિક ક્રુઝ મિસાઈલ જેવું અન્ય કશું નથી, એ પરમાણુ એન્જિન (Nuclear Engine)દ્વારા સંચાલિત શસ્ત્ર છે જેની રેન્જ અમર્યાદિત છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે આવું શસ્ત્ર ઉપલબ્ધ નથી.” આનો અર્થ એમ ગણી શકાય કે, આ મિસાઈલ વિશ્વના કોઈપણ ખૂણામાં પરમાણુ હથિયારો પહોંચાડવામાં સક્ષમ છે. જો કે, રશિયાએ આ મિસાઈલ સંબંધી કોઈ પણ જાતના પુરાવા હજુ સુધી રજૂ કર્યા નથી.

વર્તમાન તથા ભાવિ મિસાઈલ સંરક્ષણ પ્રણાલીઓ માટે “અજેય” શસ્ત્ર

રશિયન રાષ્ટ્રપતિ પુતિને તેને વર્તમાન અને ભવિષ્યની મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓ માટે ‘અજેય’ (invincible) ગણાવી છે. આ ઉપરાંત, રશિયાનો દાવો છે કે, તે મહદ્અંશે અનિશ્ચિત સમય માટે ઉડાન (Flight) ભરી શકે છે અને એ દરમિયાન તેનો માર્ગ પણ બદલી શકે છે, જેથી તેને અટકાવવી અત્યંત મુશ્કેલ છે!

છેલ્લા 32 મહિનાથી યુક્રેનિયન યુદ્ધ ચાલી રહ્યું છે અને યુનાઇટેડ સ્ટેટ્સ (U.S.) સહિત અનેક દેશોની મધ્યસ્થી છતાં તે બંધ થવાના કોઈ અણસાર દેખાતા નથી. રશિયાએ યુક્રેનના ડોનબાસ પ્રદેશ (Donbass, Ukraine) ના ડોનેટ્સક, લુહાન્સ્ક,ખેરસાન અને ઝાપોરેઝિયા પર જીત મેળવી છે, જે યુક્રેનનો લગભગ 20-25 ટકા પ્રદેશ છે.હાલમાં, રશિયન સેના (Russian Army)એ યુક્રેનના સુમી અને ખાર્કિવ પ્રદેશોમાં પણ આગેકૂચ શરૂ કરી છે, અને રાજધાની કિવ (Kiev) પર મિસાઇલ હુમલા શરૂ કર્યા છે. છેલ્લા સાડા ત્રણ વર્ષમાં, રશિયાએ યુક્રેનના લશ્કરી થાણાઓ પર હુમલા કરવા માટે હાયપરસોનિક વગેરે અસંખ્ય મિસાઇલોનો ઉપયોગ કર્યો છે.

કેવી છે આ ‘અજેય’ મિસાઇલ?

આ એક ક્રુઝ મિસાઇલ (Cruise Missile) છે જેને ‘9M730 બ્યૂરોવેસ્ટનિક’ નામ આપવામાં આવ્યું છે. આ મિસાઈલની અમર્યાદિત રેન્જ (Range) તેની વિશેષ ક્ષમતા ગણાય છે, કારણ કે તેને કોઈ પણ જાતના પરંપરાગત બળતણની જરૂર નથી. જમીન પરથી છોડવામાં આવતી આ મિસાઈલ પરમાણુ રિએક્ટર (Nuclear Reactor) દ્વારા સંચાલિત છે અને પરમાણુ શસ્ત્રો વહન કરી શકે છે. ન્યુક્લિયર થ્રેટ ઇનિશિયેટિવ (NTI)ના અહેવાલ મુજબ, આ મિસાઇલ દિવસો સુધી હવામાં ઉડતી રહી શકે છે અને ઓછી ઊંચાઈ પર ઉડ્ડયન કરીને ગમે તેવા રડાર સિસ્ટમ (Radar)થી બચી શકે છે. વર્ચ્યુઅલ રીતે આ મિસાઇલ 50 થી 100 મીટરની ઊંચાઈએ ઉડાન ભરતી વખતે, દુશ્મનોની નજરમાં આવતી નથી અર્થાત્ અદ્રશ્ય રહે છે. આ ખતરનાક મિસાઇલને નાટો દ્વારા ‘SSC-X-9 સ્કાયફોલ’ એવું નામ આપવામાં આવ્યું છે.

પશ્ચિમી દેશો ચિંતાતુર

શસ્ત્રો અને મિલાઇલ અંગેના અનેક પશ્ચિમી નિષ્ણાતોએ આ રશિયન મિસાઇલની ક્ષમતાઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમની દલીલ છે કે, આટલી લાંબી રેન્જ અને પરમાણુ સંચાલિત આ મિસાઇલ રેડિયેશન (Radiation)નું જોખમ ઊભું કરી શકે છે. આ ઉપરાંત, મિસાઇલની ગતિ ધીમી હોવાથી તેને સરળતાથી ટ્રેક (Track) કરી શકાય એમ છે. અગાઉ આ જ મિસાઇલ ઘણા પરીક્ષણો દરમિયાન નિષ્ફળ રહી હતી.

સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સને નિશાન બનાવવા સક્ષમ

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ (IISS)ના અહેવાલ મુજબ, આ મિસાઇલ 20,000 કિલોમીટર સુધીની રેન્જ ધરાવતી હોવાને કારણે, જો રશિયાથી છોડવામાં આવે તો અમેરિકાના કોઈપણ હિસ્સા સુધી પહોંચવા માટે સક્ષમ છે. આ રિપોર્ટ અનુસાર, આ રશિયન મિસાઇલ વોશિંગ્ટન, ન્યુયોર્ક અને કેલિફોર્નિયા જેવા શહેરો સહિત ‘સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સને નિશાન બનાવવા’ માટે સક્ષમ છે.

યુ.એસ.ની જાસૂસી સંસ્થાઓ (Secret Agencies)ના જણાવ્યા અનુસાર, શ્વેત સમુદ્રમાં કરાયેલા એક પરીક્ષણ દરમિયાન થયેલા વિસ્ફોટમાં પાંચ રશિયન વૈજ્ઞાનિકો માર્યા ગયા હતા જે ઘટના બાદ પુતિને એ વૈજ્ઞાનિકોની વિધવાઓનું સન્માન કર્યું હતું અને કહ્યું હતું કે, ‘તેઓ “દુનિયાના અજોડ” હથિયાર પર કામ કરી રહ્યાં છે.’ પુતિને એમ પણ કહ્યું હતું કે, “બ્યુરોવેસ્ટનિક રશિયાની સુરક્ષાને નવી દિશા આપશે” અને ટૂંક સમયમાં તેને દેશની સંરક્ષણ પ્રણાલીમાં સામેલ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે, ‘જો આ મિસાઇલને સંપૂર્ણપણે તૈનાત કરી દેવામાં આવશે તો એ અમેરિકાની સમગ્ર સુરક્ષા વ્યૂહરચના માટે મોટો પડકાર બની શકે છે!’


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પના રશિયન કંમનીઓને બ્લેકલિસ્ટ કરવાથી ભારતને શું થશે નુકાસાન?

આ પણ વાંચો: અમેરિકાએ કેરેબિયન સમુદ્ર પર એરક્રાફ્ટ કૈરિયર યુએસએસ જેરાલ્ડ ફોર્ડ તૈનાત કર્યું

આ પણ વાંચો: ટ્રમ્પે રશિયાની બે સૌથી મોટી ક્રૂડ ઓઈલ કંપની પર પ્રતિબંધ મૂક્યો, પુતિન ‘ઈમાનદાર’ ન રહ્યાનો દાવો