World News/ ડોનાલ્ડ ટ્રમ્પના રશિયન કંમનીઓને બ્લેકલિસ્ટ કરવાથી ભારતને શું થશે નુકાસાન?

23 ઓક્ટોબરના રોજ, ટ્રમ્પ વહીવટીતંત્રે બે મોટી રશિયન તેલ કંપનીઓ, રોઝનેફ્ટ અને લુકોઇલ પર કડક પ્રતિબંધો લાદ્યા.

World Trending

ભારત, ચીન અને રશિયા હવે ડોનાલ્ડ ટ્રમ્પના રાજકીય અને આર્થિક રમતમાં જોડાવા માટે મજબૂર થઇ ગયા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા પાસેથી ભારત અને ચીનની તેલ ખરીદીને એક મહત્વપૂર્ણ પડકાર તરીકે રજૂ કરી છે, અને તેઓ જરૂરી દરેક માધ્યમનો ઉપયોગ કરીને આ લક્ષ્યને પ્રાપ્ત કરવાનો ઇરાદો ધરાવે છે. યુક્રેન યુદ્ધ અને ટ્રમ્પની “અમેરિકા ફર્સ્ટ” નીતિએ વૈશ્વિક ઊર્જા બજારમાં ઉથલપાથલ મચાવી છે.

રોઝનેફ્ટ અને લુકેઇલ પર કડક પતિબંધો લાદ્યા
23 ઓક્ટોબરના રોજ ટ્રમ્પે વહીવટીતંત્રે બે મોટી રશિયન તેલ કંપનીઓ, રોઝનેફ્ટ અને લુકેઇલ પર કડક પતિબંધો લાદ્યા છે. ટ્રપનો દાવો છે કે, તે આ પ્રતિબંધો દ્વારા રશિયાની યુક્રેન વારની ફડિગને રોકી રહ્યાં છે.

ભારત અને ચીન પર પડશે સૌથી મોટી અસર
પરંતુ સૌથી મોટી અસર ભારત અને ચીન પર પડશે, જે રશિયન તેલના સૌથી મોટા ખરીદદારો છે. સસ્તા રશિયન ક્રૂડ તેલને કારણે બંને દેશો તેલ બજારમાં ભાવમાં વધઘટથી સુરક્ષિત રહ્યા હતા, અને ગ્રાહકોને લાંબા સમય સુધી આનો ફાયદો થયો. 2022 થી ભારતમાં તેલના છૂટક ભાવ સ્થિર રહ્યા છે, જે રશિયાથી થતી 30 થી 40 ટકા ક્રૂડ તેલની આયાતને આભારી છે.

ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત ઘટાડી દીધી છે
ટ્રમ્પનો દાવો છે કે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત ઘટાડી દીધી છે. સૂત્રો કહે છે કે મોસ્કો સાથે જોડાયેલી કંપનીઓ પર અમેરિકાના નવા પ્રતિબંધો બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પણ રશિયન ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવાની યોજના બનાવી રહી છે.

પ્રતિબંધ કંપનીઓ સાથે વ્યાવસાય કરવા પર દંડનો સામનો કરવો પડશે
ટ્રમ્પના દ્વારા ઓપન જ્વાઇંટ સ્ટાક કંપની રોસનેફ્ટ ઓઇલ કંપની અને લુકોઇલ ઓએઓ પર પ્રતિબંધ લગાવાનો મતલબ એ છે કે કોઇ પણ સંસ્થા પ્રતિબંધીત કંપનીયો સાથે કોઇ પણ વ્યાવસાય વ્યવહારો કરી શકશે નહી તે પછી અમેરિકી હોય કે પછી વિદેશી. અને ઉલ્લંઘન કરનારાઓને નાગરિક અથવા ફોજદારી દંડનો સામનો કરવો પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: World News/જો અમેરિકન ટોમાહોક મિસાઇલોથી હુમલો થશે તો અમે તેનો જવાબ આપીશું: વ્લાદિમીર પુતિન

આ પણ વાંચો: World News/ટ્રમ્પે રશિયાની બે સૌથી મોટી ક્રૂડ ઓઈલ કંપની પર પ્રતિબંધ મૂક્યો, પુતિન ‘ઈમાનદાર’ ન રહ્યાનો દાવો

આ પણ વાંચો: World News/ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો પછી તેણે ભારે ટેરિફ ચૂકવવા પડશે: ડોનાલ્ડ ટ્રમ્પ