Vadodara News/ ડ્રીંક એન્ડ ડ્રાઇવની બે ઘટના બાદ પોલીસ એક્શનમાં, વડોદરામાં 20થી વધુ ટિમે પીધેલા તથા નિયમો તોડનારને પકડ્યા

ડ્રીંક એન્ડ ડ્રાઇવના બે અકસ્માતના બનાવોમાં ચાર વર્ષના માસૂમનો ભોગ લેવાયો હતો

Gujarat Vadodara

Vadodara News : વડોદરા શહેરમાં અવાર નવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. આ અકસ્માત પાછળ ડ્રીંક એન્ડ ડ્રાઇવ મુખ્ય કારણ જવાબદાર બન્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂ પી લોકો બેફામ વાહન ચલાવી અન્ય નિર્દોષ લોકોની જિંદગી સાથે રમત રમે છે. ત્યારે દિવાળીના તહેવાર દરમ્યાન ડ્રીંક એન્ડ ડ્રાઇવના બે અકસ્માતના બનાવોમાં ચાર વર્ષના માસૂમનો ભોગ લેવાયો હતો, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ છે.

ત્યારે મોડે મોડે પોલીસ જાગી અને રસ્તાઓ પર ઉતરી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને ડ્રીંક એન્ડ ડ્રાઇવના બનાવ રોકવા બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા ચેકીંગ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.વડોદરામાં સત્તત બે દિવસ અકસ્માતના બનાવોમાં બંને કાર ચાલક પીધેલા ઝડપાયા, ત્યારે હવે પોલીસે દાખલો બેસાડવા આ કામગીરી કરી રહી છે. રાત્રે કરેલી કામગીરીમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને ડ્રીંક કરી વાહન ચલાવતા ઈસમોને ઝડપી પોલીસે કાર્યવાહી કરી છે. રાત્રે શહેરના મુખ્ય માર્ગો જાણે પોલીસ છાવણીમાં ફેરવાયા હોય તેમ લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું.

આ કામગીરીમાં શહેર પોલીસની 20થી વધુ ટીમો કામે લાગી હતી.આ કામગીરીમાં ડીસીપી ક્રાઈમ હિમાંશુ વર્માએ જણાવ્યું કે, તહેવારના સમયમાં ટ્રાફિકનું અવર જવર વધારે હોય છે અને ટ્રાફિકની મૂવમેન્ટ વધારે હોય છે. આ દરમ્યાન કમિશનરની સૂચના મુજબ ડીસીપી, એસીપી, પોલીસ અધિકારીઓ આજે ચેકીંગ પર ઉતર્યા છે અને ફોર વ્હીલર અને ટુ વ્હીલર સહિતના વાહન ચાલકો નિયમોનું પાલન કરવામાં આવે છે કે કેમ તે અંગેનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવ જેવી ઘટનાઓને લઈ કાર્યવાહીના ભાગ રૂપે કામગીરી કરવામાં આવી થયું છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુમાં કહ્યું કે, હાલમાં ક્રાઈમની ત્રણ ટીમો કામ કરી રહી છે. આખા વડોદરા શહેરમાં પંદરથી વીસ ટીમો ચેકીંગમાં લાગી છે. સાથે પોલીસ મથક વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવ, ત્રણ સવારી, મોબાઈલ પર વાત કરવી, ગાડીના કાળા કાચ જેવી બાબતોનું ધ્યાન રાખી કાર્યવાહી કરવામાં આવી થયું છે. આ ડ્રાઇવ આજે શરૂ કરવામાં આવી છે અને આગળ જ્યાં સુધી તેની ઇમ્પેક્ટ અને કમિશનરના આદેશ અનુસાર ચાલુ રહેશે.

આ અંગે એમ. પી. ભોજાણીયે જણાવ્યું હતું કે, હાલમાં સરદાર એસ્ટેટ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેર પોલીસ કમિશ્નર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર હાલના સંજોગોમાં દિવાળીના તહેવાર તહેવારને લઈ ટ્રાફિક વધુ હોવાથી, ટ્રાફિક જામ અને ડ્રીંક એન્ડ ડ્રાઇવના બનાવો સામે આવી રહ્યા છે. આ તમામ પ્રકારની અડચણો દૂર કરવા માટે વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

વધુમાં કહ્યું કે, હાલમાં બાપોદ પોલીસનો સ્ટાફ, પી આઈ, એસીપી સહિત ટ્રાફિક પોલીસના ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે. આ કામગીરી દરમ્યાન બે કેસડ્રીંક એન્ડ ડ્રાઇવના કેસ કરવામાં આવ્યા છે એટલે કે પીધેલી હાલતમાં નશાની હાલતમાં વાહન ચલાવવું. આ સાથે અલગ અલગ ટ્રાફિક ભંગ બદલ 20 જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ સવારી, નંબર પ્લેટ, વાનના દસ્તાવેજ કે કાળા કાચ જેવા વાહન ડિટેન કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણાના વડુ ગામે સગીરાએ એસિડ પી કરી આત્મહત્યા, ગામમાં શોક છવાયો

આ પણ વાંચો:કલોલમાં રિક્ષાચાલકે 5 મહિલા હોમગાર્ડ પર કર્યો એસિડ એટેક, આરોપી ઝડપાયો

આ પણ વાંચો:રાજકોટના સોખડા ગામે મહિલા પર એસિડ એટેક