Breaking News/ થલતેજમાં માતાની નજર સામે 12 વર્ષની બાળકીનું મોત: એક્ટિવાને ડમ્પરે અડફેટે લીધી, ચાલકની ધરપકડ

Thaltej Accidentછ અમદાવાદના થલતેજમાં માતા સાથે એક્ટિવા પર જતી 12 વર્ષની બાળકીનું ડમ્પરની ટક્કરે મોત, ચાલકની ધરપકડ

Top Stories Ahmedabad Gujarat Breaking News
Thaltej Accident: 12 વર્ષની બાળકીનું મોત, માતા સાથે એક્ટિવા પર જતી આરાધ્યાને ડમ્પરે અડફેટે લીધી

Breaking News: અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માત (Thaltej Accident)માં સ્કૂલેથી ઘરે પરત ફરી રહેલી 12 વર્ષની બાળકીનું મોત થયું છે. બાળકી તેની માતા સાથે એક્ટિવા પર જઈ રહી હતી ત્યારે ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે માતાની નજર સામે જ બાળકીનું મોત નીપજ્યું હતું. સદનસીબે બાળકીની માતાને કોઈ ઈજા થઈ નહોતી.

Thaltej Accident: સ્કૂલેથી ઘરે જતી વખતે અકસ્માત

મળતી માહિતી મુજબ, 12 વર્ષની આરાધ્યા બારોટ સ્કૂલેથી છૂટ્યા બાદ પોતાની માતા સાથે એક્ટિવા પર ઘરે જઈ રહી હતી. દરમિયાન થલતેજ વિસ્તારમાં GJ 24 X 5130 નંબરના ડમ્પર સાથે એક્ટિવાની ટક્કર થઈ હતી. અકસ્મતમાં આરાધ્યાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોતાની આંખો સામે દીકરીને અકસ્માતમાં ગુમાવતાં માતા માટે ઘટનાની ક્ષણ અત્યંત આઘાતજનક બની હતી. અકસ્માત (Thaltej Accident)માં માતાને કોઈ ઈજા થઈ નથી.

અગાઉ પણ અકસ્માતમાં બે લોકોના મોત થયાનો ઉલ્લેખ

અકસ્માત (Thaltej Accident)માં સામેલ ડમ્પર અંગે એવી માહિતી સામે આવી છે કે GJ 24 X 5130 નંબરના આ ડમ્પર અગાઉ પણ એક અકસ્માતમાં સામેલ રહ્યું હતું, જેમાં બે લોકોના જીવ ગયા હતા. આ બાબતને લઈને પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી જોવામાં આવી રહી છે.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ચાલકની ધરપકડ

અકસ્મતની જાણ થતાં એસ.જી.-1 ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતમાં સામેલ ડમ્પર ચાલકને સ્થળ પરથી જ ઝડપી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને અકસ્માત (Thaltej Accident)ના સંજોગો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ

સ્કૂલેથી ઘરે પરત ફરતી બાળકીનું અકસ્માત (Thaltej Accident)માં મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. માતાની નજર સામે જ દીકરીનું મોત થતાં સમગ્ર ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં પણ અરેરાટી ફેલાવી છે. હાલ પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે સર્જાયો અને ડમ્પર ચાલકની બેદરકારી સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:અમદાવાદમાં કરોડોની Mustang કાર અકસ્માત બાદ મારામારી, 19 વર્ષીય આદિત્ય રાઠોડની ધરપકડ; સામે 6 ગુના નોંધાયેલા

આ પણ વાંચો:ગોધરા નજીક ઈન્દોર-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેલરે બાઈકને કચડતાં એક ભાઈનું મોત

આ પણ વાંચો:CCTVમાં કેદ થયો અમદાવાદનો ભયાનક અકસ્માત! રિવરફ્રન્ટ પર 17 વર્ષીય સગીરનું કરૂણ મોત, બહેનનું સારવાર દરમિયાન મોત