Not Set/ મંદિરના પુજારીને અજાણ્યા શખ્સોએ માર માર્યો, ઇજાગ્રસ્ત પુજારીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

સુરત સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં એક મંદિરમાં ઘુસીને અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી અને મંદિરના પુજારીને મંદિરથી બહાર ખેંચી લાવીને ઢોર માર માર્યો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા પુજારીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી આંગન રેસીડેન્સીમાં અર્ચિત સંઘવી પરિવાર સાથે રહે છે અને છેલ્લા દોઢ-બે વર્ષથી પાલ આરટીઓ નજીક આવેલા તાપ્તી […]

Gujarat

સુરત

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં એક મંદિરમાં ઘુસીને અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી અને મંદિરના પુજારીને મંદિરથી બહાર ખેંચી લાવીને ઢોર માર માર્યો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા પુજારીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી આંગન રેસીડેન્સીમાં અર્ચિત સંઘવી પરિવાર સાથે રહે છે અને છેલ્લા દોઢ-બે વર્ષથી પાલ આરટીઓ નજીક આવેલા તાપ્તી કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં પૂજારી છે. શનિવારે સવારે અર્જિત પૂજા કરવા માટે મંદિરમાં ગયા હતા.

દરમિયાન અજાણ્યા ઈસમો ધસી આવ્યા હતા અને લાકડાના ફટકા વડે મંદિરમાં તોડફોડ કરી હતી. એટલુ જ નહિં આ શખ્સોએ પૂજા કરતા અર્ચિતને મંદિરમાંથી બહાર ખેંચી લાવીને ફટકાર્યો હતો. મંદિરમાં તોડફોડ અને પૂજારીને માર મારતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા.

જેથી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. પૂજારીએ જણાવ્યું હતું કે, મંદિરને ખાલી કરાવવા માટે તોડફોડ કરવામાં આવી હતી. હું મંદિરમાં પૂજા કરતો હોવાથી મને પણ ફટકારવામાં આવ્યો હતો.