Not Set/ સુરતઃ ખુલ્લેઆમ છરા લઈને યુવક-યુવતીએ મચાવ્યો આતંક, વિડીયો થયો વાયરલ

સુરત, રાજયમાં કાયદાની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જાય છે. ત્યારે સોશ્યલ મિડીયામાં વાઇરલ થયેલા એક વિડીયો પરથી કહીં શકાય છે કે માથાભારે તત્વોને જાણે કાયદાનો કોઇ ડર જ નથી રહ્યો. વિડીયો સુરતના વરાછા વિસ્તારનો છે. વિડીયોમાં તમે જોઇ શકો છે કે એક યુવતી અને એક યુવક તે બન્નેના હાથમાં છરા જોવા મળી રહ્યા છે.. આ […]

Top Stories
surt. સુરતઃ ખુલ્લેઆમ છરા લઈને યુવક-યુવતીએ મચાવ્યો આતંક, વિડીયો થયો વાયરલ

સુરત,

રાજયમાં કાયદાની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જાય છે. ત્યારે સોશ્યલ મિડીયામાં વાઇરલ થયેલા એક વિડીયો પરથી કહીં શકાય છે કે માથાભારે તત્વોને જાણે કાયદાનો કોઇ ડર જ નથી રહ્યો.

વિડીયો સુરતના વરાછા વિસ્તારનો છે. વિડીયોમાં તમે જોઇ શકો છે કે એક યુવતી અને એક યુવક તે બન્નેના હાથમાં છરા જોવા મળી રહ્યા છે.. આ બન્ને યુવક અને યુવતી ખુલ્લેઆમ જાહેરમાં છરા લઇને રોફ બતાવી રહ્યા છે તેમજ નશામાં ધુત હોય તેમ લાગી રહ્યું છે.

આ બન્ને માથાભારે તત્વોના હાથમાં હથિયાર હોવાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાઇ જવા પામ્યો હતો. કાયદાને ઘોળીને પી ગયેલા આ યુવક અને યુવતી પર હાલ તો સ્થાનિકો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે હવે પોલીસ દ્વારા કેવા પગલાં લેવામાં આવશે તે જોવાનું રહેશે.

મહત્વનું છે કે, સુરત જેવી સિટીમાં જો આ પ્રકારને માથાભારે ત્તત્વો પોલીસ સામે આવી રીતે પડકાર ફેંકતા રહેશે તો આવાનારા દિવસોમાં નિર્દોષ નાગરિકોની શું દશા થશે તે પણ એક પ્રશ્ન સત્તાવી રહ્યો છે.