America News/ મુશર્રફે પાકિસ્તાનના પરમાણુ બોમ્બ અમેરિકાને સોંપ્યા: ભૂતપૂર્વ CIA અધિકારી

ભૂતપૂર્વ CIA અધિકારી જોન કિરિયાકોઉએ કહ્યું કે અમેરિકાએ પરવેઝ મુશર્રફને અબજો ડોલરમાં ખરીદીને પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો પર નિયંત્રણ મેળવી લીધું હતું.

World Trending
American CIA officer's disclosure

અમેરિકાના ખુફીયા એજેંસીના ભૂતપૂર્વ CIA અધિકારી જોન કિરિયાકૌએ પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને દક્ષિણ એશિયાના રાજકારણ સાથે જોડાયેલા ઘણા મોટા રહસ્યો ખોલ્યા છે. તેમણે ખુલાસો કર્યો છે કે જનરલ મુશર્રફે જ પાકિસ્તાનનો પરમાણુ બોમ્બ અમેરિકાને સોંપ્યો હતો. કિરિયાકૌએ જણાવ્યું હતું કે અમેરિકાએ પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને અબજો ડોલરની સહાયથી “ખરીદી લીધો” હતો. તેમણે કહ્યુ કે એક સમય હતો જ્યારે અમેરિકા પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો પર નિયંત્રણ રાખતું હતું.

અમેરિકાએ મુશર્રફને ખરીદ્યો
જોન કિરિયાકોઉ, જેમણે CIA માં 15 વર્ષ સેવા આપી હતી અને પાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમેરિકા સરમુખત્યારો સાથે કામ કરવાનું પસંદ કરે છે કારણ કે ત્યાં કોઈ જાહેર કે મીડિયા દબાણ નથી. અમે મુશર્રફને ખરીદ્યો, અને તેમણે અમને પાકિસ્તાનમાં જે જોઈએ તે કરવાની છૂટ આપી,”

મુશર્રફ બેવડી રમત રમી રહ્યો હતો
તેમણે કહ્યું કે મુશર્રફ બેવડી રમત રમી રહ્યો હતો – એક તરફ તેમણે આતંકવાદ સામે અમેરિકા સાથે સહયોગ કરવાનો દેખાડો કર્યો, જ્યારે બીજી તરફ તેમણે પાકિસ્તાનની સેના અને આતંકવાદી જૂથોને ભારત વિરુદ્ધ સક્રિય રાખ્યા.

પાકિસ્તાની સૈન્યને અલ-કાયદાની ચિંતા નહોતી, તેમની ચિંતા ભારત હતી
કિરિયાકોઉએ કહ્યું, પાકિસ્તાની સૈન્યને અલ-કાયદાની ચિંતા નહોતી; તેમની વાસ્તવિક ચિંતા ભારત હતી. મુશર્રફ દેખીતી રીતે અમેરિકાને ટેકો આપી રહ્યો હતો, પરંતુ પડદા પાછળ, તેઓ ભારત વિરુદ્ધ કામ કરી રહ્યો હતો.”

સાઉદી અરેબિયાએ એક્યુ ખાનને બચાવ્યો
કિરિયાકોઉએ કહ્યું કે અમેરિકા પાકિસ્તાની પરમાણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાન સામે કાર્યવાહી કરવાનુ હતુ. પરંતુ સાઉદી અરેબિયાના આગ્રહથી, તે પાછો હટી ગયો. તેણે કહ્યું, “જો આપણે ઇઝરાયલ જેવું વિચાર્યું હોત, તો આપણે AQ ખાનને ખતમ કરી નાખત.” તેને શોધવાનું મુશ્કેલ નહોતું, પણ સાઉદી અરેબિયાએ કહ્યું, ‘તેને એકલો છોડી દો, અમે તેની સાથે વ્યવહાર કરી રહ્યા છીએ.’

અમેરિકાની એક મોટી ભૂલ હતી
કિરિયાકોઉના મતે, આ અમેરિકાની એક મોટી ભૂલ હતી. તેમના મુજબ સાઉદી અરેબિયા પોતે પરમાણુ ટેકનોલોજી પર કામ કરી રહ્યું હતું, અને કદાચ તેથી જ તેણે એક્યુ ખાનનું રક્ષણ કર્યું. તેમણે કહ્યું, “અમને હંમેશા શંકા હતી કે સાઉદી અરેબિયા પોતાની પરમાણુ ક્ષમતાઓ વિકસાવી રહ્યું છે.” તેમણે કહ્યું કે તાજેતરનો સાઉદી-પાકિસ્તાન સંરક્ષણ કરાર આ લાંબા સમયથી ચાલતા સંબંધોનો ભાગ હોઈ શકે છે. “હવે સાઉદી અરેબિયા કદાચ વર્ષો પહેલા કરેલા રોકાણો પાછા મેળવી રહ્યું છે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: World News/ડોનાલ્ડ ટ્રમ્પના રશિયન કંમનીઓને બ્લેકલિસ્ટ કરવાથી ભારતને શું થશે નુકાસાન?

આ પણ વાંચો: us news/અમેરિકાએ કેરેબિયન સમુદ્ર પર એરક્રાફ્ટ કૈરિયર યુએસએસ જેરાલ્ડ ફોર્ડ તૈનાત કર્યું

આ પણ વાંચો: World News/ટ્રમ્પે રશિયાની બે સૌથી મોટી ક્રૂડ ઓઈલ કંપની પર પ્રતિબંધ મૂક્યો, પુતિન ‘ઈમાનદાર’ ન રહ્યાનો દાવો