Ajab Gajab News/ બાલ્કનીમાંથી નીચે પડ્યું બાળક….5 સેકન્ડમાં થયો બચાવ….વીડિયો જોઇને વરસ્યો પ્રશંસાનો વરસાદ!

આ ગીઝાના અર્દ-એલ-લીવા વિસ્તારની ખોફનાક ઘટના છે. અહમદ રાગબ નામના ઈજીપ્શિયન શખ્સે બાલ્કનીમાંથી પડતા બાળકને બચાવી લીધું હતુ. આ Child Rescue નો વીડિયો….

Trending Ajab Gajab News
Child Rescue Egypt Video વાયરલ...ગીઝા શહેરની Amazing ઘટના...5 સેકન્ડમાં બાળકનો બચાવ!

Ajab Gajab News: મિસ્ર ના ગીઝા શહેર (Giza city of Egypt)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપભેર વાયરલ થઈ રહ્યો છે. એક બાળક બાલ્કનીમાંથી નીચે પડી રહ્યું છે પણ એક વ્યક્તિએ 5 સેકન્ડમાં એનો જીવ બચાવી (Child Rescue Egypt Viral Video) લીધો!

સોશિયલ મીડિયા પર આજકાલ એક એવી વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે જોઈને લોકો હબક ખાઈ રહ્યાં છે. આ વીડિયો મિસ્રના ગિઝા શહેરનો છે જેમાં એક બાળકનો જીવ બચાવવા એક શખ્સ દોડે છે. વાસ્તવમાં બીજા માળની બાલ્કનીમાંથી એક બાળક નીચે પડી રહેલો અને એ જમીન પર પટકાય એ પહેલા જ ત્યાં હાજર 25 વર્ષીય અહમદ રાગબ નામના શખ્શે દોડીને પોતાના હાથમાં પકડી લીધો હતો. કેવળ 5 સેકન્ડના જ આ રેસ્કયુમાં બાળકનો જીવ બચી ગયો છે.

Egyptian Man Catches Child
Egyptian Man Catches Child

જાણવા મુજબ, આ ગીઝાના અર્દ-એલ-લીવા વિસ્તારની ખોફનાક ઘટના છે. સોશિયલ મીડિયા પર વાયરલ સીસીટીવી ફૂટેજ (CCTV Footage) માં બાળક બીજા માળની બાલ્કનીથી પડતો જોવા મળી રહ્યો છે. નીચે ઉભેલા અહમદ રાગબ (Ahmed Ragab)ની નજર જેવી એ બાળક પર પડે છે કે એ તરત જ એની તરફ દોડે છે અને એ પડતો હતો ત્યાં પહોંચી જાય છે અને બાળકના જમીન પર પટકાતા પહેલા જ હાથોમાં પકડી લે છે!

બાળકનો અદ્ભૂત બચાવ…ગીઝાનો વાયરલ વીડિયો (Child Rescue Egypt Viral Video)

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

મિસ્રના મીડિયા અહેવાલો મુજબ, અહેમદ રાગબે વાતચીતમાં જણાવ્યું હતુ કે, એ સમયે તે એક દુકાન પાસે હાજર હતો. એણે એક બાળક તરફ ઈશારો કરીને દર્શાવ્યું કે કંઈક તો થઈ રહ્યું છે. ત્યાર બાદ, એણે ઉપર જોયું તો બાળક પડતું દેખાયું. ત્યાર બાદ એ વગર વિચાર્યે એની પાસે દોડી ગયો. એનું કહેવું છે કે આ બનાવ એટલી ઝડપથી બની ગયો કે એને પોતાને કશું સમજમાં ન આવ્યું કે એણે બાળક સુધી આટલી જલદી પહોંચીને એને શી રીતે બચાવી લીધું? એનું કહેવું હતુ કે એના દિમાગમાં કેવળ એક જ બાબત હતી કે બાળકને બચાવવું છે.

વીડિયોમાં દેખાય છે કે બાળક ઘરની બહાર બાંધેલી કપડા સૂકવવાની દોરીઓ સાથે ટકરાય છે અને પછી નીચે પડે છે. આનાથી એના પડવાની ગતિ ધીમી પડી ગઈ હતી અને અહમદને બાળક સુધી પહોંચવા થોડો સમય મળી ગયો હતો. ત્યાર બાદ બરાબર નીચે ઊભા રહીને એણે પોતાના હાથમાં બાળકને પકડી લીધું હતુ. વિડીયોમાં દેખાય છે કે બાળકને પકડ્યા બાદ એ પોતે ગભરાઈ જાય છે! એણે જણાવ્યું હતુ કે આ બનાવ બન્યા બાદ એ તણાવના કારણે રસ્તાના કિનારે એક ગાદલાનો સહારો લઈને બેસી ગયો હતો. આ સંપૂર્ણ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપભેર વાયરલ થઈ રહી છે.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :