Ajab Gajab News: કેટલાક એવા પ્રાણીઓ (Animals) છે જે નાકના સ્થાને જીભથી સૂંઘે (Smell with Tongue) છે. એવા પ્રાણીઓ વિશે જાણકારી મેળવીશું.
માનવ શરીરમાં મહત્વપૂર્ણ અંગો પૈકી એક નાક (Nose)પણ છે. એનું મુખ્ય કાર્ય શ્વાસ લેવાનું, હવાને શુદ્ધ કરવાનું અને ગંધનો અનુભવ કરવાનું છે. કોઈ પણ વસ્તુની સુગંધ કે દુર્ગંધની ખબર નાકથી જ પડે છે. પણ કેટલાક ભારતીય જાનવરો એવા છે કે જે સૂંઘવા માટે પોતાનું નાક નહિં પણ જીભનો ઉપયોગ કરે છે. જીભની મદદથી એ ન કેવળ દિશા પરંતુ જોખમનો પણ અનુભવ કરે છે.
જીભ વડે સૂંઘતા પ્રાણીઓ (Animals that smell with tongue)
તમે સાપને પોતાની દ્વિમુખી જીભને અંદર-બહાર કરતા જોયા હશે. એ પોતાની જીભની મદદથી આસપાસના રાસાયણિક સંકેતોને ઓળખે છે. સાપની જીભ હવા, જમીન અથવા આસપાસની સપાટી પરથી અત્યંત બારીક રાસાયણિક કણોને એકત્ર કરે છે. જ્યારે સર્પ જીભને પાછી મોંની અંદર લે છે ત્યારે એ રાસાયણિક સંકેતો એના મોંના તાળવામાં હાજર વોમોરોનૈઝલ ઑર્ગન અથવા જૅકબસન્સ તરીકે ઓળખાતા ઑર્ગન (Vomeronasal organ or Jacobson’s organ) સુધી પહોંચે છે. આ અંગો આ સંકેતોને ઓળખીને મગજ સુધી જાણકારી પહોંચાડે છે. જીભની મદદથી એમને એ પણ ખબર પડે છે કે ગંધ અથવા રાસાયણિક સંકેતો કઈ દિશામાંથી આવી રહ્યાં છે? તો ચાલો જાણીએ…એના 5 ભારતીય જાનવરો વિશે જે એક વિશિષ્ટ રીતે પોતાની આસપાસની જાણકારી હાંસલ કરે છે!
વોમોરોનૈઝલ ઑર્ગન અથવા જૅકબસન્સ તરીકે ઓળખાતા ઑર્ગન (Vomeronasal organ or Jacobson’s organ) ઘણા પ્રાણીઓના નાકની અંદર આવેલું એક વધારાનું સહાયક અને સંવેદનશીલ અંગ છે. તેનો પ્રમુખ ઉપયોગ પર્યાવરણમાં હાજર રાસાયણિક સંકેતોને, વિશેષ કરીને ફેરોમોન્સ ()ની જાણકારી મેળવવા માટે થાય છે. આ વિશેષ અંગ નાકના પડદા (Nasal Septum) ના છેડો, મોંના તાળવાની બરાબર ઉપરની તરફ બંને બાજુએ નળી આકારની એક અર્ધચંદ્રાકાર રચનામાં આવેલું અંગ હોય છે.

1. ભારતીય કોબ્રા (Indian Cobra)
ભારતીય કોબ્રા (નાગ) આસપાસની જાણકારી મેળવવા માટે પોતાની દ્વિમુખી જીભ (Forked tongue)નો ઉપયોગ કરે છે. એ જીભને વારંવાર બહાર કાઢીને વાતાવરણના રાસાયણિક સંકેતો એકત્ર કરે છે. આ સંકેતોની મદદથી એ શિકાર, અન્ય જાનવરો અને સંભવિત જોખમો વિશે જાણકારી મેળવી શકે છે. જીભના બંને છેડા અલગ-અલગ જગ્યાએથી સંકેતો લે છે જેથી એ ખબર પડી શકે કે રાસાયણિક સંકેતો કઈ દિશામાંથી આવી રહ્યાં છે?

2. કોમન ક્રેટ (Common Krait)
કોમન ક્રેટ પણ પોતાની જીભને વારંવાર બહાર કાઢીને આસપાસના રાસાયણિક સંકેતોને ઓળખે છે. જીભને અંદર બહાર કરવા દરમિયાન એ અત્યંત નાના રાસાયણિક કણોને એકઠા કરે છે. ત્યાર બાદ, વેમેરોનૈઝલ સિસ્ટમ આ સંકેતોને ઓળખે છે. આનાથી ક્રેટને પોતાની આસપાસના વાતાવરણને સમજવા અને શિકાર વગેરેની જાણકારી મેળવવામાં મદદ મળે છે. એને કાળોતરો અથવા મણિયાર તરીકે પણ ઓળખવામાં આવે છે.

3. રસેલ વાઈપર (Russell’s Viper)
રસેલ વાઈપર સાપ પોતાની આસપાસની ગંધ અને રાસાયણિક સંકેતોને ઓળખવા માટે જીભની મદદ લે છે. વાઇપર (ખડચીતળા સાપ) પર કરાયેલા રિસર્ચથી જાણકારી મળી છે કે જીભને બહાર કાઢવી અને અંદર કરવી શિકાર સાથે જોડાયેલા રાસાયણિક સંકેતોને ઓળખવામાં અને એમનો પીછો કરવામાં મદદ મળી શકે છે. આથી રસેલ વાઈપરનું વારંવાર જીભ કાઢવું કોઈ સામાન્ય હરકત નથી! પરંતુ આ એના માટે શિકારની શોધ અને આસપાસના વાતાવરણને સમજવાની એક પદ્ધતિ છે.

4. ઈન્ડિયન રૉક પાયથન (Indian Rock Python)
ઇન્ડિયન રૉક પાયથનમાં પણ વોમેરોનૈઝલ સારી રીતે વિકસિત હોય છે. આ અજગર પોતાની દ્વિમુખી જીભની મદદથી વાતાવરણમાંથી રાસાયણિક સંકેતો એકત્ર કરે છે. એનાથી એને પોતાની આસપાસ હાજર શિકાર વિશે જાણકારી હાંસલ કરી શકે છે. વિશેષ બાબત એ છે કે શિકાર ન દેખાય ત્યારે અજગર આ રાસાયણિક સંકેતોની મદદથી એના વિશે માહિતી એકઠી કરી શકે છે.

5. બંગાલ મૉનિટર લિઝાર્ડ (Bengal Monitor Lizard)
ફક્ત સાપ નહિં પરંતુ બંગાલ મોનિટર લિઝાર્ડ અર્થાત્ ઘો પણ પોતાની લાંબી અને દ્વિમુખી જીભ વડે શિકાર અને દિશા વિશેના રાસાયણિક સંકેતો એકઠા કરે છે. એ આસપાસની જગ્યાને સમજવા માટે અને શઇકારની શોધ દરમિયાન વારંવાર જીભ બહાર કાઢે છે. રિસર્ચથી જાણવા મળ્યું છે કે જીભને વારંવાર બહાર કાઢવાથી જ ઘો શિકાર સાથે સંલગ્ન રાસાયણિક સંકેતોને ઓળખી શકે છે.
આ પણ વાંચો : જાણીએ દુનિયાના 5 સૌથી ભારે વજન વાળા પંખીઓ વિશે…એકનું વજન તો 156 કિલોગ્રામ જેટલું!!
આ પણ વાંચો :
આ પણ વાંચો :
