uttarpradesh news/ ગાઝિયાબાદ પોલીસે Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ નોંધી ફરિયાદ

ગાઝિયાબાદ પોલીસે Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

India Trending

Uttar Pradesh News: ગાઝિયાબાદ પોલીસે Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સોમવારે ગાઝિયાબાદ પોલીસે ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આરોપમાં ઝુબેર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. દશના દેવી મંદિરના પૂજારી નરસિમ્હાનંદના એક સહયોગીએ ઝુબેર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. નરસિમ્હાનંદ 29 સપ્ટેમ્બરે ગાઝિયાબાદમાં હિન્દી ભવનમાં આપેલા કથિત દ્વેષપૂર્ણ ભાષણને લઈને અનેક FIR અને વિરોધનો સામનો કરી રહ્યા છે. અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશ પોલીસે નરસિમ્હાનંદની તેના સહયોગીઓ સાથે અટકાયત કરી હતી.

મીડિયા સાથે વાત કરતા મોહમ્મદ ઝુબૈરે કહ્યું, “આ દુર્ભાગ્યપૂર્ણ છે. ગાઝિયાબાદ પોલીસે કોઈપણ વેરિફિકેશન વગર એફઆઈઆર નોંધી છે. અન્ય પત્રકારો હતા જેમણે રિપોર્ટિંગ કર્યું હતું પરંતુ મારી સામે એફઆઈઆર ઇરાદાપૂર્વક કરવામાં આવી હોય તેવું લાગે છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઝુબેર વિરુદ્ધ યેતિ નરસિમ્હાનંદ સરસ્વતી ટ્રસ્ટના મહાસચિવ ઉદિતા ત્યાગીએ બપોરે 2.19 વાગ્યે કવિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃચહેરો જોઈ ભિખારી સમજવાની ના કરો ભૂલ, એક એન્જિનિયર પત્નીના કારણે….

આ પણ વાંચોઃબાઈકની સુપર સ્પીડ, ભયાનક અકસ્માત બાદ પણ ચાલકનો ચમત્કારિક બચાવ, Viral Video

આ પણ વાંચોઃબેગમને બિકિનીમાં જોવામાં અબજપતિ શેખે ખર્ચ્યા કરોડો રૂપિયા