Viral Video: ગુરુગ્રામમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે તે ખૂબ જ ઝડપે બાઇક ચલાવી રહ્યો હતો અને ખોટી દિશામાંથી આવતી કાર સાથે અથડાયો હતો. હવે ફરી એકવાર કાર અને બાઇક વચ્ચે ટક્કર થઇ, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયો જોયા પછી કોઈ સમજી શકતું નથી કે આમાં કોનો વાંક છે.
વાયરલ વીડિયો (Viral Video)માં જોઈ શકાય છે કે કેટલાક યુવકો વ્યસ્ત રોડ પર તેજ ગતિએ બાઇક ચલાવી રહ્યા છે. હેલ્મેટમાં લાગેલા કેમેરામાં બધુ રેકોર્ડ થઈ રહ્યું છે. એક યુવકે તેજ ઝડપે બાઇક ચલાવવાનું શરૂ કર્યું પરંતુ અચાનક તેની સામે એક કાર આવી. બાઈક પર કાબુ ન રહ્યો અને સીધી કાર સાથે અથડાઈ.
The attempt to become a superhero ultimately resulted in an unexpected outcome#accident #saferiding #rider #bengaluru #bangalore #biker @ChristinMP_ @Lolita_TNIE @gharkekalesh pic.twitter.com/W0xKaxSN0A
— Karnataka Portfolio (@karnatakaportf) September 28, 2024
આ અથડામણમાં બાઇક ચાલક બાઇક સહિત જમીન પર પટકાયો હતો. આટલી ભયાનક ટક્કર બાદ બાઇક ચાલક ઉભો થયો ત્યારે નવાઈ લાગી. દરમિયાન તેના અન્ય કેટલાક મિત્રો ત્યાં પહોંચી ગયા હતા અને બાઇક ઉપાડી લીધી હતી. કાર ચાલક પણ ત્યાંથી જતો જોવા મળે છે. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
બાઇક પર તેલંગાણા નંબર પ્લેટ છે, વીડિયો ક્યાં અને ક્યારે લેવામાં આવ્યો છે. આને લગતી માહિતી મળી શકી નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો અને પૂછવામાં આવ્યું હતું કે આમાં દોષ કોનો છે? જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે આ ડ્રાઈવરની ભૂલ હતી કારણ કે તેણે ઈન્ડિકેટરનો ઉપયોગ કર્યા વિના અચાનક જમણો ટર્ન લીધો હતો. વળી, બાઇક સવારની પણ ભૂલ છે કારણ કે તે હાઇવે હોય તેમ ડ્રાઇવ કરી રહ્યો હતો. એકે લખ્યું કે બાઇક ચાલકની સૌથી મોટી ભૂલ એ હતી કે તે આ રોડ પર હાઇ સ્પીડમાં બાઇક ચલાવી રહ્યો હતો. અન્ય એકે લખ્યું કે આ કાર ચાલકની પણ ભૂલ છે કે તે અચાનક કારને ફેરવી રહ્યો છે, જે નિયમોની વિરુદ્ધ છે.
આ પણ વાંચો:બાળપણના મિત્રો 50 વર્ષ પછી દાદીને મળ્યા ત્યારે આ વીડિયો તમને કરી દેશે ભાવુક!
આ પણ વાંચો:હે ભગવાન! બાળકને નગ્ન કરીને આખી રાત ડાન્સ કર્યો, શરમજનક વીડિયો થયો વાયરલ