મુંબઈ
શ્રધ્ધા કપૂર હાલ સાઈના નેહવાલની બાયોપિક ફિલ્મ માટે ઘણી મહેનત કરી રહી છે. આ ફિલ્મને ટી-સીરીઝના ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરી રહ્યા છે જયારે તેનું ડાયરેકશન અમોલ ગુપ્તા કરી રહ્યા છે. આ ફિલ્મનું શુટિંગ ૨૨ સપ્ટેમ્બરથી ચાલુ કરવામાં આવી દીધું છે. હાલમાં જ ફિલ્મ મેકર્સ દ્વારા આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો હતો.
https://www.instagram.com/p/BoS5U98lEa_/?taken-by=shraddhakapoor
ફિલ્મના ફર્સ્ટ લુકમાં શ્રધ્ધા કપૂર ગેમના સ્પીરીટમાં દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે સાઈના નેહવાલે વર્ષ ૨૦૧૦માં કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ અને વર્ષ ૨૦૧૨માં ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
#SAINA pic.twitter.com/mCLP75r2q4
— Shraddha (@ShraddhaKapoor) September 29, 2018
એટલું જ નહી પરંતુ સાઈના નેહવાલ ભારતની એક માત્ર એવી ખેલાડી છે કે જે વર્ષ ૨૦૧૫માં આખા વિશ્વમાં પ્રથમ નંબરની પ્લેયર બની હતી.
સાઈનાની બાયોપિક ફિલ્મ માટે શ્રધ્ધા કપૂર રોજ સવારે ૬ વાગ્યે ટ્રેનીંગ લેવાની ચાલુ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે બાયોપિક ફિલ્મ માટે તેમણે બેડમિન્ટનના ૪૦ ક્લાસમાં ટ્રેનીંગ લીધી હતી. આ ઘણી અઘરી ગેમ છે પરંતુ મને રમવામાં ઘણો આનંદ આવે છે. સાઈના નેહવાલના સફરમાં ઘણી મુશ્કેલીઓ આવી છે તેને ઘણી વખત ઈજા પણ પહોચી છે. સાઈના નેહવાલનો જીવનનો સફર દરેક માટે પ્રેરણાદાયક છે.
