ભૂતપૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલિફાએ ભારતમાં ખેડૂત વિરોધ પ્રદર્શનની તરફેણમાં ટ્વિટ કર્યું હતુ, જે પછી લોકોએ તેનો ભારે વિરોધ કર્યો છે. જો કે આ વિરોધ પછી મિયાએ આ મામલે ફરી એક ટ્વીટ કરીને કહ્યું કે તે તેના સ્ટેન્ડથી ફરશે નહીં.
ખલીફાએ પોતાને અને પર્યાવરણીય કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ સામેનાં વિરોધનો ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો, જેમાં વિરોધીઓ પ્લેકાર્ડ્સ પકડીને ઉભા છે અને લખ્યું છે કે, ‘મિયા ખલિફાને હોશ આવી ગયો.’ આ વાક્ય દ્વારા, સંભવતઃ તેમના પોર્ન પાસ્ટ પર કટાક્ષ કરવામા આવ્યો છે. તેમણે કહ્યું, “હું પુષ્ટિ કરું છું કે હું ખરેખર હોશમાં છું અને તમારી ચિંતા બદલ આભાર માનવા માંગુ છું, ભલે તે બિનજરૂરી હોય. હું હજી પણ ખેડૂતોની સાથે ઉભી છું.”
Confirming I have in fact regained consciousness, and would like to thank you for your concern, albeit unnecessary. Still standing with the farmers, though ♥️ pic.twitter.com/ttZnYeVLRP
— Mia K. (@miakhalifa) February 4, 2021
ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં, ખલિફાએ ટ્વિટ કર્યું હતું કે, “આ કયા પ્રકારનાં માનવાધિકારનું ઉલ્લંઘન થઇ રહ્યુ છે? તેઓએ કહ્યું કે, નવી દિલ્હીની આસપાસ ઇન્ટરનેટ કાપી દીધુ છે.” આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રેહાના અને ગ્રેટા થનબર્ગ આ પહેલા ખેડૂતોનાં સમર્થનમાં પોસ્ટ કર્યુ હતુ. રેહાનાએ મંગળવારે ટ્વીટ કર્યું, “આપણા આ વિશે કેમ વાત નથી કરી રહ્યા? હેશટેગ ખેડૂત આંદોલન.” ગ્રેટાએ બુધવારે સવારે ટ્વિટ કર્યું હતું કે, “અમે ભારતમાં ખેડૂત પ્રદર્શન સાથે એકસાથે ઉભા છીએ.”
કૃષિ આંદોલન / ચક્કાજામ કરવા રસ્તે ઉતરેલા ખેડૂતો પર પોલીસે કરી કાર્યવાહી
Political / મોદી સરકારે દેશ અને ઘર બન્નેનું બગાડી દીધુ બજેટ: રાહુલ ગાંધી
UN / ખેડૂત આંદોલનના પડઘા સંયુક્ત રાષ્ટ્રમાં પડ્યા, બંને પક્ષોને સંયમ રાખવા સલાહ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
