international news/ પેરિસમાં ભવ્ય મંદિરથી એફિલ ટાવર સુધી… BAPS વિવાદની સંપૂર્ણ હકીકત

BAPS Eiffel Tower controversy: પેરિસમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન એફિલ ટાવર સાથે જોડાયેલો વિવાદ ચર્ચામાં આવ્યો. BAPS પેરિસ કેમ ગયું હતું? મંદિરનો કાર્યક્રમ શું હતો? એફિલ ટાવરની મુલાકાત દરમિયાન શું બન્યું? કર્મચારીઓના વિરોધ બાદ એફિલ ટાવર કેમ બંધ રહ્યો? અને BAPSનો આ સમગ્ર મામલે શું પક્ષ છે?

Trending World Mantavya Vishesh
BAPS Eiffel Tower Controversy: 5 Shocking મુદ્દામાં પેરિસ કાર્યક્રમ અને વિવાદની સંપૂર્ણ કહાની

France News: પેરિસમાં BAPSનો ભવ્ય ધાર્મિક મહોત્સવ…હજારો લોકો, ભવ્ય જળયાત્રા, નવા મંદિરનું લોકાર્પણ…અને આ જ મહોત્સવ દરમિયાન એફિલ ટાવર સાથે જોડાયેલો એક (BAPS Eiffel Tower controversy) વિવાદ! પણ આખી કહાની સમજવી હોય તો શરૂઆત એફિલ ટાવરથી નહીં…પેરિસમાં BAPSનો આ કાર્યક્રમ હતો શા માટે, ત્યાં કોણ ગયું હતું અને શું આયોજન હતું….એ સમજવું પડશે.

BAPS Eiffel Tower controversy

પેરિસના બુસી-સેંટ-જ્યોર્જ વિસ્તારમાં BAPSનું ફ્રાન્સમાં પ્રથમ પરંપરાગત સ્વામિનારાયણ (BAPS Swaminarayan) મંદિર તૈયાર થયું છે. આ મંદિરના લોકાર્પણને લઈને 2 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી 13 દિવસનો વિશાળ સાંસ્કૃતિક મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં BAPSના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ પણ હાજર છે. આ મહોત્સવમાં જળયાત્રા, નગરયાત્રા, પાલખી યાત્રા, વૈદિક મહાયજ્ઞ, મૂર્તિપ્રતિષ્ઠા, મહિલા સંમેલન અને અન્ય અનેક ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ૩ સપ્ટેમ્બરે પેરિસની સીન નદી પર ભવ્ય જળયાત્રા યોજાઈ હતી.

BAPS Eiffel Tower controversy: BAPSનો પેરિસ કાર્યક્રમ અને વિવાદની સંપૂર્ણ કહાની
BAPS Eiffel Tower controversy: BAPSનો પેરિસ કાર્યક્રમ અને વિવાદની સંપૂર્ણ કહાની

BAPSના જણાવ્યા પ્રમાણે, વિશ્વના અલગ-અલગ દેશોમાંથી 5,500 થી વધુ લોકો તેમાં જોડાયા હતા અને 11 શણગારેલી નૌકાઓ સાથે આ યાત્રા યોજાઈ હતી.એટલે પેરિસમાં BAPSનો આખો કાર્યક્રમ માત્ર એક મુલાકાત નહોતો…આ એક મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવ હતો.અને આ જ કાર્યક્રમ દરમિયાન 5 સપ્ટેમ્બરે BAPSના લગભગ 100 લોકોના પ્રતિનિધિમંડળની એફિલ ટાવર મુલાકાત યોજાઈ.

હવે અહીંથી વિવાદ શરૂ થયો. આ મુલાકાત પહેલાં એફિલ ટાવર સંચાલન સાથે કેટલીક વ્યવસ્થાઓ અંગે વાતચીત થઈ હતી.ત્યારબાદ આક્ષેપ થયો કે મુલાકાત દરમિયાન કેટલીક મહિલા કર્મચારીઓને તેમની જગ્યાએથી દૂર રાખવામાં આવી અને કેટલાક સ્થળોએ તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને મૂકવામાં આવ્યા.કર્મચારી સંગઠને આનો વિરોધ કર્યો.મહિલા કર્મચારીઓ સાથે લિંગના આધારે આવું વર્તન સ્વીકાર્ય ન હોવાનું કહીને કર્મચારીઓએ વિરોધ કર્યો.અને તેની સીધી અસર? 7 સપ્ટેમ્બરે કર્મચારીઓની હડતાળને કારણે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ રહ્યો.પેરિસના સત્તાવાળાઓએ તપાસની જાહેરાત કરી. 8 સપ્ટેમ્બરે એફિલ ટાવર ફરી ખોલવામાં આવ્યો.

BAPS Eiffel Tower controversy: BAPSનો પેરિસ કાર્યક્રમ અને વિવાદની સંપૂર્ણ કહાની

પરંતુ હવે સૌથી મહત્વની વાત…આ આખા મામલે BAPSનું કહેવું શું છે? BAPS એ મહિલાઓને એફિલ ટાવરમાંથી દૂર કરવાની સૂચના આપી હોવાનો ઇનકાર કર્યો છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે, લગભગ 100 લોકોનું મોટું જૂથ હોવાથી સામાન્ય પ્રવાસીઓને તકલીફ ન પડે અને મુલાકાત વહેલી સવારે થઈ શકે, તે માટે વ્યવસ્થા અંગે વાત કરવામાં આવી હતી. BAPS એ કોઈને પ્રવેશથી રોકવાનો હેતુ ન હોવાનું કહ્યું છે અને જો કોઈની લાગણી દુભાઈ હોય તો દિલગીરી પણ વ્યક્ત કરી છે.

બીજી તરફ એફિલ ટાવર સંચાલન અંગેના (Paris BAPS temple) અહેવાલોમાં એવું સામે આવ્યું છે કે પ્રતિનિધિમંડળ તરફથી મહિલાઓ સાથેનો સંપર્ક મર્યાદિત રાખવાની વિનંતી કરવામાં આવી હતી અને આવી શરતો સ્વીકારવી ન જોઈતી હતી.એટલે અત્યારે સૌથી મહત્વનો સવાલ એ છે. મૂળ વિનંતી શું હતી? અને એ વિનંતીને એફિલ ટાવરના સંચાલને અમલમાં કેવી રીતે મૂકી? આ જ બાબતની સ્પષ્ટતા તપાસમાંથી થવાની છે.

હવે વાત કરીએ BAPSની ધાર્મિક પરંપરાની….BAPSના સાધુઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે અને મહિલાઓથી અંતર જાળવવું તેમની ધાર્મિક શિસ્તનો એક ભાગ છે.પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે….સાધુઓની વ્યક્તિગત ધાર્મિક શિસ્ત અને જાહેર સ્થળની વ્યવસ્થા બંને અલગ બાબતો છે…..એટલે જ આ ઘટનામાં ચર્ચા એ વાતની છે કે ધાર્મિક નિયમોનું સન્માન જળવાઈ રહે અને સાથે જાહેર સ્થળના નિયમો તથા કર્મચારીઓના અધિકારોનું પણ સન્માન થાય….બંને વચ્ચે સંતુલન કેવી રીતે જળવાય?

BAPS Eiffel Tower controversy: BAPSનો પેરિસ કાર્યક્રમ અને વિવાદની સંપૂર્ણ કહાની

6 સપ્ટેમ્બરે પેરિસમાં BAPS સ્વામિનારાયણ મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું.મોદીએ કહ્યું હતું કે પેરિસનું આ મંદિર ભારત અને ફ્રાન્સના સાંસ્કૃતિક સંબંધોમાં નવું સીમાચિહ્ન બનશે અને ફ્રાન્સની વિવિધતાને વધુ સમૃદ્ધ કરશે.તેમણે એ પણ કહ્યું કે સ્વામિનારાયણ મંદિરો ભક્તિની સાથે સેવા માટે પણ માધ્યમ રહ્યા છે.અહીંથી જ આ સમગ્ર ઘટનાનો એક બીજો એંગલ સામે આવે છે.

એક તરફ પેરિસમાં ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ પરંપરાનું ભવ્ય મંદિર…બીજી તરફ એ જ સમયગાળામાં એફિલ ટાવર ખાતે ઊભો થયેલો મહિલાકર્મચારીઓનો વિવાદ….પરંતુ બંને ઘટનાઓને એક જ બાબત માની લેવી યોગ્ય નથી….મંદિરનો કાર્યક્રમ BAPSના વિશાળ ધાર્મિક-સાંસ્કૃતિક મહોત્સવનો ભાગ હતો, જ્યારે એફિલ ટાવરનો વિવાદ એક અલગ મુલાકાત અને ત્યાંની વ્યવસ્થાને લઈને ઊભો થયો છે. અને ભારત સરકારે પણ આ વિવાદમાં પોતાની સીધી ભૂમિકા હોવાનો દાવો કર્યો નથી. તો આખરે આ આખી ઘટનામાં શું સમજવું?

BAPSનો પેરિસ કાર્યક્રમ હતો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી માટે.એફિલ ટાવરની મુલાકાત હતી એ કાર્યક્રમ દરમિયાનની એક અલગ મુલાકાત. અને ત્યાંની વ્યવસ્થાને લઈને થયેલા મતભેદે વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું.

હવે તપાસમાં સૌથી મોટો સવાલ એ જ રહેશે….કોણે શું વિનંતી કરી હતી? કોણે શું નિર્ણય લીધો?અને શું આ આખી ઘટના કોઈ ગેરસમજના કારણે આટલી મોટી બની? એફિલ ટાવર ફરી ખૂલી ગયો છે…પણ આ ઘટના એક મહત્વની ચર્ચા જરૂર છોડી ગઈ છે….ધાર્મિક આસ્થા અને પરંપરાનું સન્માન જળવાઈ રહે,અને સાથે જાહેર સ્થળે સમાનતા અને નિયમોનું પણ સન્માન થાય…..આ બંને વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું?


આ પણ વાંચો: BAPSની મુલાકાત બાદ એફિલ ટાવર પર વિવાદ, મહિલા કર્મચારીઓને હટાવ્યાના આરોપથી વિરોધ

આ પણ વાંચો: ફ્રાન્સમાં સનાતન પરંપરાનું ઐતિહાસિક સીમાચિહ્ન, પેરિસમાં BAPS હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ

આ પણ વાંચો: BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીને અમેરિકાના વિવિધ રાજ્ય તથા શહેરોના શાસકો દ્વારા સન્માનિત કરાયા