Surat News/ સુરત ICCCની બહાર રખડતા કૂતરા, મેયરોની બેઠક વચ્ચે તંત્રની કામગીરી પર સવાલ

સુરતમાં રખડતા કૂતરા (Stray Dogs)નો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે

Gujarat Surat
સુરતમાં રખડતા કૂતરા (Stray Dogs)નો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

Surat News : સુરતમાં રખડતા કૂતરા (Stray Dogs)નો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. શહેરની વ્યવસ્થાની સમીક્ષા માટે રાજ્યના તમામ મહાનગરપાલિકાના મેયરો અને ઉચ્ચ અધિકારીઓની બેઠક ચાલી રહી હતી, તે દરમિયાન જ કરોડો રૂપિયાના અદ્યતન અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કેમ્પસમાં રખડતા કૂતરાઓ જોવા મળ્યા હતા. આ દ્રશ્યને પગલે સુરત મહાનગરપાલિકાની રખડતા કૂતરા નિયંત્રણ કામગીરી અંગે સવાલો ઊભા થયા છે.

સુરતની કામગીરીની ચર્ચા વચ્ચે Stray Dogsનો મુદ્દો

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઑફ મેયર્સની ગુજરાત પ્રદેશ સ્તરની બેઠક સુરતમાં યોજાઈ હતી. જેમાં રાજ્યની વિવિધ મહાનગરપાલિકાના મેયરો હાજર રહ્યા હતા. સુરત શહેરની કામગીરી, વ્યવસ્થા અને વિવિધ વિકાસલક્ષી કામગીરી અંગે ચર્ચા ચાલી રહી હતી. જોકે, આ જ દરમિયાન બેઠકના સ્થળે રખડતા કૂતરાઓ જોવા મળતા તંત્રની કામગીરીની બીજી તસવીર સામે આવી હતી.

100 કરોડના કેન્દ્રની બહાર કૂતરાઓના આંટાફેરા

ઉધના-મગદલ્લા રોડ પર મેયર બંગલાની બાજુમાં સ્માર્ટ સિટી મિશન હેઠળ આશરે રૂ.100 કરોડના ખર્ચે અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ કેન્દ્રનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

હજારો કેમેરાથી શહેર પર નજર

આ કેન્દ્રમાં શહેરની મહત્વની ઇમરજન્સી સેવાઓનું મોનિટરિંગ અને સંકલન કરવામાં આવે છે. આઈસીસીસી સાથે જોડાયેલા હજારો કેમેરા મારફતે ટ્રાફિક, આગ, પૂર સહિતની વિવિધ પરિસ્થિતિઓ પર નજર રાખવામાં આવે છે. અહીં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ, ડેટા સેન્ટર, પ્રેસ અને મીડિયા બ્રીફિંગ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

મેયરોની હાજરીમાં જ તંત્ર સામે સવાલ

એક તરફ કરોડો રૂપિયાના અદ્યતન કેન્દ્રમાંથી શહેરની અનેક સમસ્યાઓ પર નજર રાખવામાં આવે છે, તો બીજી તરફ આ જ કેન્દ્રના કેમ્પસમાં રખડતા કૂતરા (Stray Dogs)ઓ જોવા મળ્યા હતા. ખાસ કરીને રાજ્યના મેયરો અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓની હાજરી દરમિયાન આ દ્રશ્ય સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.

સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation)શહેરની વ્યવસ્થા અને સુવિધાઓ અંગે પોતાની કામગીરી રજૂ કરી રહી હતી, ત્યારે જ આ દ્રશ્ય શહેરની વ્યવસ્થાની એક અલગ તસવીર રજૂ કરતું જોવા મળ્યું. હવે રખડતા કૂતરા (Stray Dogs)ઓના નિયંત્રણ માટે પાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી કેટલી અસરકારક છે તે મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.


આ પણ વાંચો :  અમદાવાદમાં પાલતુ અને રખડતા કૂતરાને લઈ પહેલી વખત નિયમ જાહેર કરાયા

આ પણ વાંચો :  શ્વાન સાથે વાત કરતો શખ્સ, એક અવાજમાં રખડતા કૂતરાઓ ભેગા થઈ જાય છે…

આ પણ વાંચો :  રખડતા કૂતરાઓએ માસૂમ બાળકીને લીધો જીવ, 150 મીટર ખેંચી જઈ બાળકીને ફાડી ખાધી