મોકૂફ/ જીટીયુની પરિક્ષા ફરીવાર મોકૂફ રખાઇ

જીટીયુની પરિક્ષા મોકૂફ રાખવામાં આવી

Gujarat

વાવાઝોડાના લીધે ગુજરાતમાં ભારે તારાજી સર્જાઇ હતી જેમાં અનેક  ગામોમાં હજુ પણ વીજ પૂરવઠો અને મોબાઈલ ટાવર હજુ શરૂ થયા નથી. જીટીયુની ઓનલાઇન પરીક્ષા ચાલી રહી છે. જેમાં રાજ્યના હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જીટીયુ દ્વારા મે મહિનામાં યોજાનારી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ આગામી દિવસમાં જીટીયુની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

જીટીયુ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા જોવા છે. જેમાં હવે પરીક્ષા ક્યારે લેવાશે તે અંગે જીટીયુ દ્વારા વેબસાઈટ પર વિગત મુકવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને અસમંજસ જોવા મળી રહી છે.ઉલ્લેખનીય છે કે વાવઝોડાના લીધે રાજ્યમાં ભારે નુકશાન થયું છે.વીજ થાંભલા અને મોબાઇલ ટાવરો પડી ગયા છે અને મહામારીના  લીધે પરિક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે