Bihar News: બિહારના (Bihar) મુઝફ્ફરપુર (Mujaffarnagar) જિલ્લામાં રવિવારે ટ્રેક્ટરની ચોરીની શંકામાં ટોળાએ એક વ્યક્તિને માર માર્યો હતો. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનાના સંબંધમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ શંભુ સાહની તરીકે થઈ છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પોલીસે ટ્રેક્ટર માલિક સહિત બે લોકોની ધરપકડ કરી છે. ઔરાઈ પોલીસ સ્ટેશનના વડા અભિજીત અલ્કેશે જણાવ્યું હતું કે, “આ ઘટના શનિવારની રાત્રે યોગિયા ગામમાં બની હતી, જ્યાં ટ્રેક્ટરની ચોરીની શંકામાં ટોળા દ્વારા એક વ્યક્તિને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો.”
ગ્રામજનોના જણાવ્યા અનુસાર શનિવારે ટ્રેક્ટર માલિક અને અન્ય લોકોએ શંભુ સાહનીને માર માર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ખરાબ રીતે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે આ સંબંધમાં બે લોકોની ગંગા સાહની (ટ્રેક્ટરના માલિક) અને પુકાર સાહનીની ધરપકડ કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, શંભુ સાહની અન્ય ત્રણ સાથે યોગીયાં ગામમાં ટ્રેક્ટરની ચોરી કરવા આવ્યા હતા.
એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે પત્રકારોને જણાવ્યું હતું કે, “શંભુને ગ્રામજનોએ પકડી પાડ્યો હતો જ્યારે તેના અન્ય ત્રણ સાથીઓ ભાગવામાં સફળ થયા હતા.” તેણે કહ્યું કે ગંગા સાહની અને ગ્રામજનોના એક જૂથે શંભુને એક વાહન સાથે બાંધ્યો અને તેને રાતોરાત ખુલ્લામાં છોડી દીધો. અધિકારીએ કહ્યું કે પોલીસ ત્યાં પહોંચી ત્યાં સુધી ટોળાએ શંભુને માર માર્યો.
આ પણ વાંચો:વિદ્યાર્થીનીઓને અપાઈ તાલિબાની સજા, શિક્ષકની કરતૂતનો વીડિયો વાયરલ
આ પણ વાંચો:પંચમહાલના મોરવા હડફમાં મહિલાને તાલિબાની સજા
આ પણ વાંચો:પતિ-પત્નીનાં કપડાં ફાડી પહેરાવી ચંપલની માળા,બિહારના જમુઈમાં એક યુગલને મળી તાલિબાની સજા
