World News/ હોર્મુઝમાં ઈરાનની ‘ટોલ વસૂલાત’ સામે અમેરિકાની યુદ્ધની તૈયારી, ઓઈલ-ગેસના ભાવમાં ભડકો થવાની આશંકા

Iran દ્વારા હોર્મુઝમાં જહાજો પાસેથી વસૂલાતા ‘ટોલ ટેક્સ’ પર અમેરિકાએ કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. અમેરિકાએ જણાવ્યું છે કે ઈરાનને પૈસા આપનારા જહાજોને સમુદ્રમાં ડુબાડી દેવામાં આવશે. વાંચો આ ગંભીર કટોકટી વિશે.

international Top Stories World
Iran

US Threatens to Sink Ships Paying Toll to Iran:  વિશ્વના તેલ અને ગેસ વેપાર માટે સૌથી મહત્વના ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં ઈરાન અને અમેરિકા સામસામે આવી ગયા છે. ઈરાન (Iran) છેલ્લા 33 દિવસથી અહીંથી પસાર થતા જહાજો પાસેથી ગેરકાયદેસર રીતે 17 કરોડથી 25 કરોડ રૂપિયાની વસૂલાત કરી રહ્યું છે, જેને ટ્રમ્પ વહીવટીતંત્રે ‘તેહરાન ટોલબૂથ’ અને ‘રંગદારી’ ગણાવી છે.

Iran

અમેરિકાની ‘ડુબાડી દેવાની’ ધમકી

ઈરાનની (Iran)આ વસૂલાતથી નારાજ અમેરિકાએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે:

OFAC એલર્ટ: અમેરિકી વિદેશી સંપત્તિ નિયંત્રણ કાર્યાલયે ચેતવણી આપી છે કે જે કોઈપણ દેશ કે કંપની ઈરાનને પૈસા આપીને રસ્તો કાઢશે, તેને અમેરિકી નૌસેનાનું નિશાન બનવું પડશે.

જહાજ ડુબાડવાનો આદેશ: અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાનની ‘ગુંડા ટેક્સ’ ભરનારા જહાજોને સેકન્ડના પણ વિલંબ વગર દરિયામાં ડુબાડી દેવામાં આવશે.

સખત સજા: પ્રતિબંધોનું ઉલ્લંઘન કરનારાઓ પર 1 મિલિયન ડોલર સુધીનો દંડ અને 20 વર્ષની જેલ થઈ શકે છે.

Iran કેવી રીતે કરી રહ્યું છે વસૂલાત?

અમેરિકાના જણાવ્યા મુજબ, ઈરાન મુખ્યત્વે આ 5 રીતે પૈસા ઉઘરાવે છે:

સીધું રોકડ ટ્રાન્સફર.

ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ એસેટ્સ.

ઓફસેટ અને અનૌપચારિક આર્થિક લેવડ-દેવડ.

સેવા કે વસ્તુઓના રૂપમાં ચુકવણી.

ચેરિટી કે દૂતાવાસો દ્વારા પરોક્ષ પેમેન્ટ.

Iran

વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો

દુનિયાનો લગભગ 25% તેલ અને ગેસનો વેપાર આ જ રસ્તેથી થાય છે. ઈરાન (Iran) અને અમેરિકાની આ જીદને કારણે દક્ષિણ એશિયાઈ દેશો (જેમાં ભારત પણ સામેલ છે) માટે તેલનો સ્ટોક મેળવવો મુશ્કેલ બનશે અને કિંમતોમાં મોટો ઉછાળો આવી શકે છે.


આ પણ વાંચો :બાંગ્લાદેશમાં પિતાએ ચાલતી ટ્રેન નીચે કૂદીને 2 વર્ષના દીકરાને બચાવ્યો, રુંવાડા ઉભા કરી દેતો વીડિયો વાયરલ

આ પણ વાંચો :એર ઈન્ડિયા બ્લાસ્ટના 40 વર્ષ બાદ કેનેડાની આંખ ઉઘડી, રિપોર્ટમાં ખાલિસ્તાની ઉગ્રવાદને ગણાવ્યું મોટું જોખમ

આ પણ વાંચો :ઈરાનના હુમલાની તસવીરો છુપાવવા અમેરિકાની સેટેલાઇટ કંપનીઓને વિનંતી, ટ્રમ્પ પ્રશાસનની લાચારીનો પર્દાફાશ