મુંબઈથી અમદાવાદ તરફ આવી રહેલી ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરની ૧૨ હજારની મત્તા ભરેલા થેલાની ચોરી થતાં આ અંગે નડીઆદ રેલવે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
અમદાવાદ મૂળના વિકાસસીંગ તોમર ગુજરાત મેલ ડાઉન ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તેઓ ૨૦ એપ્રિલે દાદરથી ગુજરાત મેલમાં બેઠા હતા તેમજ મુંબઈથી પોતાની નોકરીમાં રજા હોવાથી અમદાવાદ પોતાના ઘરે આવી રહ્યા હતા તેમની મુસાફરી દરમિયાન ૨૧ એપ્રિલની રાત્રે અઢીથી ચાર વાગ્યા દરમિયાન તેઓ સુઈ ગયા હતા. જયાં તકનો લાભ જોઈ અજાણ્યો ચોર ઈસમ તેમનો સામાન લઈ રફુચક્કર થઈ ગયો હતો. નડિયાદ સ્ટેશન આવતા તેમની આંખ ખુલતા તેમનો સામાન ભરેલો થેલો ગુમ હતો. જેમાં તેમના ૧૦ જોડી કપડા, ૩૫૦૦ની બેગ સહિત તેમના દસ્તાવેજો અને સર્ટીફિકેટ સહિત એ.ટી.એમ. ૧૬૦૦ની કિંમતનો ફોન તેમને જયાં મુક્યો હતો, ત્યાં હાજર ન હતો તેમના સામાનની કુલ કિંમત ૧૨,૧૦૦ રૂપિયા થાય છે.
