ખંભાળિયાનાં પૂર્વ ધારાસભ્ય અને મોરબી જિલ્લાનાં ભાજપ પ્રભારી મેઘજીભાઇ કણઝારીયાનું નિધન થયુ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, તેમને તાજેતરમાં કોરોનાવાયરસ થયો હતો. મળી રહેલી માહિતી અનુસાર કોરોના થયા બાદ તેમની સારવાર ચાલુ કરવામાં આવી હતી, જે દરમિયાન તેમનુ નિધન થયુ છે.
ખંભાળિયાનાં પૂર્વ ધારાસભ્ય તથા ભાજપનાં જિલ્લા પૂર્વ પ્રમુખ તથા ગ્રીમકો સંસ્થાનાં પૂર્વ પ્રમુખ મેઘજીભાઈ કણઝારીયાને તાવ, શરદી, ઉધરસ સાથે તકલીફ થતા ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં જતા તેમને કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. ફરજ પરનાં ડો.અંકિતા ડાભીએ પ્રાથમિક સારવાર સારી હતી. જે પછી શ્વાસની તકલીફ જણાતા મેઘજીભાઈને જામનગર જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જણાવી દઇએ કે, કોરોના થયા બાદ મેઘજીભાઈ કણઝારીયાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે જ દરમિયાન તેમનું નિધન થતાં ખંભાળિયા, મોરબી ભારતીય જનતા પાર્ટીમાં શોક વ્યાપી ગયો છે. મેઘજીભાઈ સતવારા સમાજનાં મોટા ગજાનાં આગેવાન હોય સમાજે મોભી ગુમાવ્યો હોય એવું દુઃખ સતવારા સમાજે વ્યક્ત કર્યું હતું.
આપને જણાવી દઇએ કે, મેઘજીભાઈએ થોડા સમય પહેલા જ કિશાન સૂર્યોદય યોજના, ભાજપ સંગઠનની મિટીંગમાં પણ ભાગ લીધો હતો. ત્યારે તેમની તબિયત સારી હતી તે પછી તેઓને કોરોના સંક્રમિત થયુ હતુ.
Ahmedabad: નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લીધુ ભયાનક સ્વરૂપ, ઉશ્કેરાયેલા
Ahmedabad પૈસાની ઠગાઈ કરતો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી ઝડપાયો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
