ગુજરાતની વાત કરીએ અને નવરાત્રીની વાત ન થાય તે બની શકે ખરા. જો કે ગુજરાતીઓ જે તહેવારની આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય તેવા નવરાત્રીનાં પાવન તહેવારમાં મેઘરાજા તાંડવ કરી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નવરાત્રીનાં પ્રથમ ત્રણ દિવસે વરસાદ ખેલૈયાનાં રંગમાં ભંગ લાવી શકે છે. 29થી 31 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે.

હવામાન વિભાગ દ્વારા ગઇ કાલે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી આપવામાં આવેલ હતી. જે બાદ આજે ફરી એક આગાહી આપવામાં આવી કે જે નવરાત્રીનાં રંગમાં ભંગ પાડી શકે છે. હવામાન વિભાગની આગાહી બાદ ખેલૈયાઓ ચોક્કસ નિરાશ થવાના છે. જો કે નવરાત્રીનાં ત્રણ દિવસની વરસાદની આગાહી આપવામા આવેલ છે.
નવરાત્રીનો તહેવાર સૌથી લાંબો તહેવાર હોય છે. જેની તૈયારીઓ ખાસ કરીને યુવક-યુવતીઓ 2 મહિના પહેલા જ કરવા લાગે છે. પરંતુ આ વર્ષે જે રીતે વરસાદ ખૂબ લાંબા સમય સુધી ટકી રહ્યો છે, તેને જોતા લાગી રહ્યુ છે કે વરસાદ નવરાત્રીમાં ભંગ લાવી શકે છે.

જો કે નવરાત્રીનાં બાકીનાં દિવસોમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા ગાઇ શકશે. પરંતુ જે રીતે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ જે આજનાં દિવસમાં બની જવી જોઇતી હતી પરંતુ તે ધીમે ધીમે પાછળ ખેંચાતુ હોવાથી આ સિસ્ટમ બે દિવસ બાદ સક્રિય થશે, જેની અસરો બીજા ત્રણ દિવસો બાદ થશે. એટલે કે આવતા અઢવાડિયે પહેલા, બીજા અને ત્રીજા નોરતામાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
