@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
વિશ્વભરમાં 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહિલાઓને લગતી સમસ્યાઓ અને મહિલાઓનાં સ્વાસ્થ્યને લગતા અનેક કાર્યક્રમો અલગ અલગ જગ્યાઓએ કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને લઈને અનેક કાર્યક્રમોનું આયોદન કરવામાં આવ્યુ છે.

ખાસ કરીને પોલીસ વિભાગમાં ખડેપગે ફરજ બજાવતી મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને લઈને ઝોન-5 વિસ્તારમાં એક ખાસ સેમિનારનું આયોજન કરાયુ હતુ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અનુસંધાને મહિલા જાગૃતિ માટે ઝોન -5 હેઠળનાં રખીયાલ પોલીસ દ્વારા એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસ ખાતામાં ફરજ બજાવતી મહિલા પોલીસ સ્ટાફમાં તંદુરસ્તી અને પોષણ જાગૃતિ અંગે આ સેમિનાર યોજાયો હતો, જેમાં એચ ડિવિઝન એસીપી પ્રકાશ પ્રજાપતિ તેમજ રખિયાલ પોલીસ સ્ટેશનનાં પીઆઈ જે.વી રાઠોડ તેમજ નારાયણા હોસ્પિટલના ગાયનોલોજીસ્ટ ડૉ. અંકિતા દુબે તેમજ એમ.ડી મેડિસિન બ્રિજેશ શેખ જોડાયા હતા. આ સેમિનારમાં ઝોન પાંચ હસ્તકનાં તમામ પોલીસ સ્ટેશનની મહિલા કર્મચારીઓને તંદુરસ્તી અને પોષણ જાગૃતિ અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
