શિક્ષક દિન/ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ અને કર્મનિષ્ઠ શિક્ષક એટલે રૂષાભાઈ વળવી

છોટા ઉદેપુરના નસવાડી તાલુકાની સોડત પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક રૂષાભાઈ વળવી, જેઓએ કોરોનાની મહામારીમાં શાળાઓ બંધ હોવા છતાં શિક્ષણની અવિરત ગંગા કોરોના કાળમાં પણ વહેતી રાખી હતી.

Gujarat Others Trending
રમતગમત સાથે શિક્ષણ

આજે અમે તમને એવા શિક્ષકની વાત કરીશું. જેમને કોરોનાની મહામારીમાં શાળાઓ બંધ હોવા છતાં પણ શિક્ષણની અવિરત ગંગા  વહેતી રાખી હતી. આ ઉપરાંત હાલમાં પણ તેઓ બાળકોને રમતગમત સાથે શિક્ષણ આપે છે. અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રહે છે. ત્યારે આ કર્મનિષ્ઠ શિક્ષક કોણ છે આવો જોઈએ…

છોટા ઉદેપુરના નસવાડી તાલુકાની સોડત પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક રૂષાભાઈ વળવી, જેઓએ કોરોનાની મહામારીમાં શાળાઓ બંધ હોવા છતાં શિક્ષણની અવિરત ગંગા કોરોના કાળમાં પણ વહેતી રાખી હતી. અને વિદ્યાર્થીઓને શિક્ષણની આપવાની કામગીરી કરી હતી.

આ શિક્ષકે સમાજના વિકાસની કામગીરી શેરી શિક્ષણ બાળકોને ભણાવવાનો ઉત્સાહ તેમજ બાળકોને રમતગમતમાં તેમજ પ્રેક્ટિકલ સમજાવી, અનેરો આનંદ આપવા તેમજ શાળાના સમય પૂર્ણ થયા પછી પણ બાળકોના ઘરે જઈને વાલીઓને માર્ગદર્શન આપી રહ્યાં છે.

આ ઉપરાંત બાળકના ભણતરની ચર્ચા કરવી વિધાર્થીને આગળ ભણતર માટે શિષ્યવૃત્તિ તેમજ યોગ્ય સલાહ આપવાની કામગીરી કરી છે. ગામડાના બાળકો શિક્ષણ મેળવી આગળ વધે તેવા વીચારો ધરાવતા શિક્ષકને છોટાઉદેપુર જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

નસવાડી તાલુકાની સોડત પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક રૂષાભાઈ વળવી ને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક કરાશે. નસવાડી તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી ધરાવતા શિક્ષક તરીકે સોડત પ્રાથમિક શાળાના રૂષાભાઈ જેમને શાળાઓ બંધ હોવા છતાં પણ શિક્ષણ ની અવિરત ગંગા કોરોના કાળમાં વહેતી રહી છે જેની પાછળ શિક્ષકોનો મહત્વ નો ફાળો છે.

શાળા ગામ અને સમાજના વિકાસની કામગીરી શેરી શિક્ષણ બાળકોને ભણાવવાનો ઉત્સાહ બાળકોને રમતગમતમાં તેમજ પ્રેક્ટિકલ સમજાવી અનેરો આનંદ આપવા તેમજ નમ પછી પણ બાળકોના ઘરે જઈને વાલીઓને માર્ગદર્શન આપી બાળકના ભણતર ની ચર્ચા કરવી વિધાર્થીને આગળ ભણતર માટે શિષ્યવૃત્તિ તેમજ યોગ્ય સલાહ આપવી ગામડાના બાળકો શિક્ષણ મેળવી આગળ વધે તેવા વીચારો ધરાવતા શિક્ષક ને છોટાઉદેપુર જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

Interest rate / કઈ બેન્કો બચત ખાતામાં સૌથી વધુ વ્યાજ આપી રહી છે?

World Vulture Day / રાજ્યમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો : ચિંતાનો વિષય