Not Set/ ભોપાલ : બાળક ચોરીનાં આરોપમાં ભીડે યુવકને મારી મારીને કર્યો અધમરો

દેશમાં બની રહેલા મોબ લિંચિંગનાં મામલામાં મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલનું નામ પણ હવે જોડાઇ ગયુ છે. રાજધાની ભોપાલનાં થાના ટીટી નગર સ્થિત બાળગંગા વિસ્તારમાં મોબ લિંચિંગનો મામલો સામે આવતા ચકચાર મચી ગયો છે. જ્યા ભેગી થયેલી ભીડે બાળક ચોરીની શંકામાં એક યુવકને ઢોર માર માર્યો. તેટલુ જ નહી થોડી ક્ષણોમાં પોલીસ પણ ત્યા પહોચી ગઇ […]

Top Stories India
mob lynching bhopal 4866475 m ભોપાલ : બાળક ચોરીનાં આરોપમાં ભીડે યુવકને મારી મારીને કર્યો અધમરો

દેશમાં બની રહેલા મોબ લિંચિંગનાં મામલામાં મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલનું નામ પણ હવે જોડાઇ ગયુ છે. રાજધાની ભોપાલનાં થાના ટીટી નગર સ્થિત બાળગંગા વિસ્તારમાં મોબ લિંચિંગનો મામલો સામે આવતા ચકચાર મચી ગયો છે. જ્યા ભેગી થયેલી ભીડે બાળક ચોરીની શંકામાં એક યુવકને ઢોર માર માર્યો. તેટલુ જ નહી થોડી ક્ષણોમાં પોલીસ પણ ત્યા પહોચી ગઇ હતી. જો કે પોલીસનાં પહોચ્યા બાદ પણ ભીડનો ગુસ્સો શાંત ન થયો. ભીડનાં ગુસ્સાને જોઇ પોલીસ યુવકને તે સ્થળેથી થાના ટીટી નગર લઇ ગઇ.

પોલીસની પુછપરછમાં સામે આવ્યુ કે, ભીડનો ભોગ બનેલ વિશાલ ગિરી વાહન ચોર છએ. તે સિવાય એક અન્ય આરોપી પણ પકડમાં આવી ગયો છે, જેનું નામ સચિન શર્મા છે. જ્યારે આ સમગ્ર મામલા પર થાના ટીટી નગરનાં થાના પ્રભારી સંજીવ કુમાર ચૌકએ જણાવ્યુ કે, આરોપી બાળક ચોર નથી પરંતુ તે વાહન ચોર છએ. તેટલુ જ નહી થાના પ્રભારીએ મારા મારી કરનાર લોકોની વિરુદ્ધ પણ વિડિયો ફૂટેજનાં આધારે કાર્યવાહી કરવાની વાત કહી છે. વળી તેમણે તે પણ કહ્યુ કે, લોકોએ ખોટુ કર્યુ છે, જો તેમને કોઇ પણ પ્રકારની શંકા હતી તો તેમણે સૌથી પહેલા પોલીસને જાણ કરવાની હતી.

mob lynching bhopal ભોપાલ : બાળક ચોરીનાં આરોપમાં ભીડે યુવકને મારી મારીને કર્યો અધમરો

આપને જણાવી દઇએ કે, ભોપાલમાં મોબ લિંચિંગનો આ મામલો પહેલો છે. પરંતુ પ્રદેશનાં ઘણા વિસ્તારોમાં આ પ્રકારનાં ઘણા મામલા સામે આવી ચુક્યા છે. શનિવારે નીમચ જિલ્લામાં પણ મોર ચોરીનાં આરોપમાં એક વૃદ્ધને ભીડે મારી મારી હત્યા કરી દીધી હતી. પોલીસે આ મામલે 9 લોકોની ધરપકડ કરી છે. આ પ્રકારની ઘટનાઓ વધવાથી સરકાર માટે હવે વિચાર કરવો જરૂરી બન્યો છે કે આ પ્રકારની ઘટનાઓને તે કેવી રીતે રોકી શકે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં મોબ લિંચિંગનાં મામલામાં થઇ રહેલા વધારાને લઇને હવે સરકાર દ્વારા કડક કાયદો બનાવવો જરૂરી બની ગયો છે. દિવસ જતા આવા મામલાઓ વધી રહ્યા છે ત્યારે સરકાર આ મામલે કેટલી ચિંતિત છે તે હવે શબ્દોથી કહેવાની કોઇ જરૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.