સુરક્ષામાં ચૂક/ નકલી પાસથી નમો સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી લાઈવ સટ્ટો રમ્યા, પણ પછી..

વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એક વાર સવાલ ઉભો થયો છે. ચાલુ મેચ દરમિયાન એક શખ્સ સતત ફોનમાં વ્યસ્ત હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી એક પાસ મળી આવ્યો હતો.

Top Stories Ahmedabad Gujarat
નમો સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા બનવડાવ્યા નકલી પાસ અને લાઈવ સટ્ટો પણ રમ્યા, પછી..

વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એક વાર સવાલ ઉભો થયો છે. તાજેતરમાં આ સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ રમાઈ હતી.  જેમાં ચાલુ મેચ દરમિયાન એક શખ્સ સતત ફોનમાં વ્યસ્ત હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી એક પાસ મળી આવ્યો હતો. જે પાસમાં તેનું નામ મોહિતસિંઘ રાજપૂત હતુ. જેથી પોલીસને શંકા જતા તપાસ કરી હતી.  તપાસમાં જી.સી.એ. દ્વારા કોઈ પણ મીડિયા કર્મીને આ પ્રકારનો પાસ બનાવીને આપ્યો ન હોવાનું સામે આવ્યું હતું.

જેથી યુવકની સધન પુછપરછ કરતા અન્ય મિત્ર નાસીર હુસેન ઉર્ફે ઉમાશંકર સાથે જયપુરથી પાંચ દિવસ પહેલા આવ્યો હતો અને મેચમાં લાઈવ સટ્ટો રમવા આવ્યો હોવાની કબૂલાત કરી હતી. બીજી તરફ મોહિતસિંઘ ઝડપાતા જ આરોપી નાસીર હુસેન ફરાર થઇ ગયો હતો. જેને પકડવા એક ટીમ જયપુર મોકલવામા આવી હતી. આરોપીઓએ સ્ટેડિયમમાં પ્રવેશવા માટે નકલી પાસ જયપુરનાં શહેનશાહ સુરીનખાન પાસે બનાવડાવ્યો હોવાનું સામે આવ્યું છે.

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી મેચ
  • ભારત-વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાઈ હતી મેચ
  • ચાલુ મેચ દરમિયાન સટોડિયો ઝડપાયો હતો
  • મોહિતસિંઘ રાજપૂત જયપુરથી આવ્યો હતો
  • લાઈવ સટ્ટો રમવા અમદાવાદ આવ્યો હતો

મહત્વનું છે કે સ્ટેડિયમમાં પ્રેક્ષકોને જે તે સમયે પ્રવેશ ન હોવાથી ચાલુ મેચમાં સટ્ટો રમાડવા માટે આવેલા સટોડિયાઓ ઝડપાઇ ગયા. આરોપીઓએ સ્ટેડિયમમાં પ્રવેશવા માટે નકલી પાસ જયપુરનાં શહેનશાહ સુરીનખાન પાસે બનાવડાવ્યો હોવાનું સામે આવ્યું છે. જે આરોપી હજુ આ ગુનામાં વોન્ટેડ હોવાથી પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

માનસિક વિકૃતિ / એક તરફી ગાંડો પ્રેમ જે બીજાને પણ નુકસાનકારક નીવડી શકે: ઓબ્સેસીવ લવ ડિસઓર્ડર

વિશ્લેષણ / સમાજમાં એવી ઘણી મહિલાઓએ છે જેમણે બુરખા કે ઘૂમટાની હદ વટાવી અને દેશ-દુનિયામાં નામ રોશન કર્યું

ગુજરાત / ગૃહમંત્રી હપ્તા વધારવા ડ્રગ્સ પકડાવી રહ્યા છે :ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ

Ahmedabad / સાયન્સ સીટીની મુલાકાત બની સસ્તી, હવે માત્ર આટલા રૂપિયા જ ખર્ચ કરવા પડશે

Life Management / ઘર સળગતું જોઈ પિતા ગભરાઈ ગયા, ત્યારે જ પુત્રએ આવીને એવી વાત કરી કે તેની ચિંતા દૂર થઈ