Ahmedabad/ બોપલમાં અસામાજીક તત્વોનો આતંક, પૈસા મામલે યુવકને માર મારી કરંટ આપ્યો, પેન્ટ કાઢી વિડીયો બનાવ્યો, જબરદસ્તી કરાવ્યા…

અમદાવાદના ડ્રાઇવ-ઈન વિસ્તારમાં મોબાઇલની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા સૌરભ ગુપ્તાએ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેના ગામના નરેન્દ્ર ગુપ્તાની મોબાઇલ શોપ બોપલમાં સેલિબ્રેશન સેન્ટરમાં આવેલી છે.

Ahmedabad Gujarat
a 220 બોપલમાં અસામાજીક તત્વોનો આતંક, પૈસા મામલે યુવકને માર મારી કરંટ આપ્યો, પેન્ટ કાઢી વિડીયો બનાવ્યો, જબરદસ્તી કરાવ્યા...

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદના બોપલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે.જેમાં વ્યાજે આપેલા પૈસા પરત લેવા માટે આશિષ પટેલ સહિત સાત શખ્સોએ ભેગા મળી એક યુવકને મૂઢ માર મારી તેને કરંટ આપી તેનુ પેન્ટ કાઢી વીડિયો બનાવી બળજબરીથી મિત્ર મારફતે અઢી લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા.

અમદાવાદના ડ્રાઇવ-ઈન વિસ્તારમાં મોબાઇલની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા સૌરભ ગુપ્તાએ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેના ગામના નરેન્દ્ર ગુપ્તાની મોબાઇલ શોપ બોપલમાં સેલિબ્રેશન સેન્ટરમાં આવેલી છે. 15મી ફેબ્રુઆરીએ બન્ને મીત્રો નરેન્દ્ર ગુપ્તાની દુકાને ગયા અને દરવાજો ખોલતા અંદર ચિરાગ અને હૈદર નામના બે શખ્સો જોવા મળ્યા હતા. બંને શખ્સોએ યુવકની દુકાન પર પોતાનો કબ્જો છે અને રોકડા 1.90 લાખ પરત આપી દો ત્યારે દુકાનનો કબ્જો આપવાનુ જણાવ્યુ હતુ.

a 219 બોપલમાં અસામાજીક તત્વોનો આતંક, પૈસા મામલે યુવકને માર મારી કરંટ આપ્યો, પેન્ટ કાઢી વિડીયો બનાવ્યો, જબરદસ્તી કરાવ્યા...

નરેન્દ્ર ગુપ્તાએ પૈસા થોડાક સમયમાં આપી દેવાની વાત કરતા તમામ શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને લાકડાના દંડાથી તેમજ હાથમાં પહેરવાના લોખંડના પંચથી યુવકને માર માર્યો હતો, તે સમયે આશિષ પટેલ, અક્ષય અને જગુ તેમજ મેહુલ મકવાણા, તુષાર અને અંકિત ગોધાવી  નામનાં ઈસમો યુવકની દુકાનમાં આવી ગયા હતા અને યુવકને ઢસડીને લઈ જતા યુવકનું પેન્ટ નીકળી જતા આખુ પેન્ટ કાઢીને યુવકનો વિડિઓ બનાવી શરીરના અલગ અલગ ભાગે કરંટ આપ્યો હતું.

યુવકનો મિત્ર તેને છોડાવવા વચ્ચે પડતા મિત્રને પણ શખ્સોએ માર માર્યો હતો.તેમજ તેને ગાડીમાં બેસાડી પૈસાનો 2.51 લાખ રૂપિયા  ઓનલાઇન જબરદસ્તી ટ્રાન્સફર કરાવ્યા હતા.જે બાદ યુવકને દુકાન ખોલશે તો જાનથી મારી નાખીશું તે પ્રકારની ધમકી આપી હતી.. મીત્રએ નરેન્દ્રને બેભાન હાલતમાં જોઈ 108ને ફોન કરતા આરોપીઓએ પોતાની ગાડીમાં બેસાડીને યુવકને સારવાર માટે સોલા સિવિલ લઈ ગયા હતા.

a 218 બોપલમાં અસામાજીક તત્વોનો આતંક, પૈસા મામલે યુવકને માર મારી કરંટ આપ્યો, પેન્ટ કાઢી વિડીયો બનાવ્યો, જબરદસ્તી કરાવ્યા...

મહત્વનુ છે કે પોલીસને જાણ થતા પોલીસ ધટના સ્થળે પણ પહોંચી હતી જોકે આરોપીઓએ નરેન્દ્ર ગુપ્તાએ દારૂ પીધો હોવાથી બેભાન થઈ ગયો છે તેમ કહી પોલીસને ગોળગોળ ફેરવી હતી.આરોપીઓએ યુવકનાં મીત્રને પણ માર માર્યો હોવાથી તેણે ફરી 108 બોલાવી સારવાર કરાવવા પહોંચ્યો હતો.અંતે સૌરભ ગુપ્તાએ આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ મામલે ભોગ બનનાર અને ફરિયાદી યુવકોના જણાવ્યુ અનુસાર આશીષ પટેલ બોપલ વિસ્તારનો જાણીતો બુકી છે અને તે આઈપીએલ જેવી મેચોમાં સટ્ટો રમાડે છે.ત્યારે જોવાનું રહ્યુ કે આરોપીઓ પોલીસની ગીરફ્તમાં ક્યારે આવે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ