break/ કોરોના બાદ કમુરતા, લગ્ન ગાળા સંબંધિત વેપારીઓની કમાણી પર ફરી બ્રેક

આજથી શરૂ કરીને મકરસંક્રાંતિ સુધી કમુરતા બેસી જશે, જેના કારણે લગ્નગાળાને તો બ્રેક લાગવા જઈ રહી છે.પરંતુ તેની સાથે સાથે ઘણા બધા ધંધાર્થીઓના ધંધા પર પણ બ્રેક લાગવા જઈ રહી છે

Top Stories Gujarat Rajkot
season off

મંતવ્ય ન્યૂઝ@રાજકોટ, ભાવિની વસાણી

આજથી શરૂ કરીને મકરસંક્રાંતિ સુધી કમુરતા બેસી જશે, જેના કારણે લગ્નગાળાને તો બ્રેક લાગવા જઈ રહી છે.પરંતુ તેની સાથે સાથે ઘણા બધા ધંધાર્થીઓના ધંધા પર પણ બ્રેક લાગવા જઈ રહી છે. આ વખતે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ લગ્ન સિવાયના અન્ય શુભ કાર્યો થઇ શકશે. જેમકે કમુરતાની અંદર કોઈપણ પ્રકારની માલમિલકત વગેરેની ખરીદી થઈ શકશે કારણકે લગ્ન ગાળા સિવાયના અન્ય કાર્યો કરવા માટે આ મુહૂર્ત શુભ માનવામાં આવે છે. આમ છતાં લગ્નગાળાની લઈને થઈ રહેલી ખરીદી પર એકાએક બ્રેક લાગી જતા મંડપ સર્વિસ, ઝવેરી બજાર, કાપડ બજાર, મીઠાઈ બજાર, કેટરર્સ, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર, પાર્ટી પ્લોટ તેમજ બેન્કવેટ ધરાવતી હોટેલો સહિતના ધંધાર્થીઓની કમાણી પર કાપ મૂકાશે.

Indian Wedding Mandap, For For Wedding, Rs 50000 /number Sri Sai Flower Decorators & Lalit Events | ID: 15069970148

Vijay Diwas / 1971 માં ગુમ થયેલા લાન્સ નાયકના 49 વર્ષ બાદ મળ્યા જીવંત હોવા…

સૂર્ય 14 જાન્યુઆરી 2020 ના દિવસે મકર રાશિમાં પ્રવેશ કરશે આ દિવસે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવશે. પરંતુ ત્યાં સુધી લગ્ન સમારંભ તેમજ શુભ પ્રસંગો સાથે સંલગ્ન હોય તેવા વેપારીઓની ખરીદી પર કાપ આવશે. રાજકોટમાં મીઠાઈ તેમજ ફરસાણના વેપારી પ્રવીણભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે દર વર્ષે લગ્નગાળાની સીઝનમાં તેઓની કમાણી આ વર્ષ કરતાં બમણી થતી હોય છે. આ વર્ષે માર્ચ મહિના બાદ કોરોનાના કારણે લગ્ન સમારંભો માટે ખાસ નિયમો સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા દર વર્ષ કરતાં લગ્ન 50% થયા હતા અને તેમાં પણ બધાએ સાદગીપૂર્વક કર્યા હોય તેમની કમાણી પર ઘણો કાપ આવ્યો છે. એમાં પણ રાત્રી કર્યું એલાન કર્યા બાદ રાત્રીના ઘણા બધા લગ્ન કેન્સલ થયા હતા અને ત્યારબાદ ફરીથી લગ્ન યોજાયા પરંતુ સંખ્યામાં યોજાયા હોય અમારી કમાણી દર વર્ષ કરતાં 30 ટકા થઈ છે. માંડ લગ્નગાળાની સીઝનમાં ગાડી પાટા પર ચાલતી હતી ત્યાં તો ફરીથી કમુરતાના કારણે કમાણી પર એક મહિનાનો બ્રેક આવશે.

Siyaram Caters – Siyaram Catering Services In Jaipur

 

Vijay Diwas / ભારત-પાક યુદ્ધની 50 મી વર્ષગાંઠે PM આજે ‘ગોલ્ડન વિક્ટર…

મંડપ સર્વિસના ધંધાર્થી રમેશભાઈ પટેલ જણાવે છે કે દર વર્ષે લગ્નગાળા દરમિયાન તેમની કમાણી થતી હોય તેના કરતાં આ વર્ષે પહેલેથી જ ખૂબ જ ઓછી થઈ રહી હતી, તેની વચ્ચે કોરોના આવી જવાના કારણે બમણો માર લાગ્યો હતો. અને હવે કમુરતા આવી જતા ફરીથી એક મહિના સુધી કમાણી પર બ્રેક લાગશે. આ વર્ષની સ્થિતિ અમે કદી ન કલ્પી હોય તેવી ,છે અમારી કમાણી ખૂબ જ ઓછી થઈ છે. પરંત કોરોના અને કમુરતા તેની પાસે કોઈનું કશું ચાલે નહીં.

train / આઠ મહિના બાદ પાટા પર દોડવા દેશની ટ્રેનો તૈયાર, રેલ્વેની કવાય…

Siyaram Caters – Siyaram Catering Services In Jaipur

ચૌકીધાણી વાળા નૈમી ભાઈ જણાવે છે કે કોરોનાના સમયમાં લગ્ન પ્રસંગના આયોજન અંગે સરકારની વારંવાર બદલાતી નિર્દેશિકાના કારણે ઘણા બધા લગ્ન યોજનાર પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. એક વખત સરકારે 200 જણા ને બોલવાનું કહી દીધું હોય અને ત્યારબાદ અડધી સંખ્યામાં બોલવાનું થાય તો મહેમાનોને કઈ રીતે કઈ ભાષામાં ના કહેવી પડી હશે તે પણ એક પ્રશ્ન છે. આ ઉપરાંત કેટલા બધા એવા આયોજકો છે કે જેમને ત્યાં રાત્રિના આયોજનોમાં ફેરફાર થયા, મહેમાનોને આમંત્રણમાં ફેરફાર થયા જેના કારણે હોલ કે બેન્કવેટના બુકિંગમાં પણ ફેરફાર થયા. આ કારણે અમારે લોકોએ ઘણું નુકસાન ઉઠાવવું પડ્યું છે. કોરોનાના કહેર બાદ હવે કમુરતા આવ્યા છે ત્યારે ફરી એક વખત અમારા ધંધામાં કમાણી એક મહિના સુધી નહીંવત રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…