Not Set/ સામાન્ય ગલ્લા ઘારક પર રોફ મારતા પી.એસ.આઈએ કર્યુ ફાયરિંગ, ગુસ્સામાં ભર્યુ પગલુ

પોલીસને રોફ મારતા તમે ઘણીવાર જોયા હશે. ખાખીનાં કપડા પહેરતા ગુનાને કાબુમાં લેવાની જગ્યાએ ખુદ પોલીસ ગુનો કરી બેસતી હોય છે. અહી કઇક એવી જ ઘટના સામે આવી છે. વડોદરાનાં તરસાલી વિસ્તારમાં ગત રાત્રીએ ખાખીનો રોફ જોવા મળ્યો હતો. જેમાં પી.એસ.આઈએ ગલ્લા ધારક સાથે ઝપાઝપી કરી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સમગ્ર મામલે પોલીસ દ્વારા […]

Gujarat Vadodara
1192284751gunfire 9Iq8lHKf સામાન્ય ગલ્લા ઘારક પર રોફ મારતા પી.એસ.આઈએ કર્યુ ફાયરિંગ, ગુસ્સામાં ભર્યુ પગલુ

પોલીસને રોફ મારતા તમે ઘણીવાર જોયા હશે. ખાખીનાં કપડા પહેરતા ગુનાને કાબુમાં લેવાની જગ્યાએ ખુદ પોલીસ ગુનો કરી બેસતી હોય છે. અહી કઇક એવી જ ઘટના સામે આવી છે. વડોદરાનાં તરસાલી વિસ્તારમાં ગત રાત્રીએ ખાખીનો રોફ જોવા મળ્યો હતો. જેમાં પી.એસ.આઈએ ગલ્લા ધારક સાથે ઝપાઝપી કરી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સમગ્ર મામલે પોલીસ દ્વારા થતી એકતરફી કામગીરીને લઈને શંકાના વમળો સર્જાયા છે.

વડોદરાનાં તરસાલી વિસ્તારમાં આવેલા રવિ પાર્ક પાસે સુમિત પ્રજાપતિ પાનનો ગલ્લો ચલાવે છે. ગત રાત્રીએ 9.45 કલાકે નજીકમાં જ રહેતા તરસાલી ચોકીનાં પી.એસ.આઈ શક્તિસિંહ ચુડાસમા સિવિલ ડ્રેસમાં પહોંચ્યા હતા અને ગલ્લા ધારક સુમિત પ્રજાપતિનાં પિતા સાથે બોલાચાલી કરી હતી. દરમિયાન પોતાના પિતા સાથે ગાળા ગાળી કરી રહેલા પી.એસ.આઈને રોકવા જતા પી.એસ.આઇ શક્તિસિંહ ચુડાસમા ઉશ્કેરાઈ ગયો હતો અને ઝપાઝપી કરી હતી. તેટલુ જ નહી તેનો ગુસ્સાનો પારો એટલો વધી ગયો કે તેણે અચાનક પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેને પગલે સુમિત પ્રજાપતિ ને પેટનાં અને પગનાં ભાગે ગોળી વાગતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાદમાં પી.એસ.આઈ શક્તિસિંહ મકરપુરા પોલીસ મથકે પહોંચી ગયો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકોનાં ટોળા ઉમટી જતા પોલીસએ પી.એસ.આઈને પૂછપરછને બહાને અંદર જ રાખી પોતે પણ બહાર આવવાનું ટાળ્યું હતું.

મોડી રાત્રે અચાનક પી.એસ.આઈ એસ એસ જી ખાતે ઇજાનાં બહાને દાખલ થઈ ગયા હતા. ત્યાર બાદ પોલીસે મોડી રાત્રે 3 વાગ્યાનાં અરસામાં પી.એસ.આઈ તરફથી ઇજાગ્રસ્ત સુમિત સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધી હતી. ઉલ્લેખનીય છે કે સુમિત પ્રજાપતિ ભાજપનો કાર્યકર છે અને ખાખીનો રોફ બતાવી સામાન્ય બનાવ મામલે પી.એસ.આઈએ ફાયરિંગ કરતા ભાજપનાં નગરસેવક અલ્પેશ લિંબાચીયા અને નિલેશ ઠાકોર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસ વિભાગ પી.એસ.આઈને છાવરી રહી હોવાના અને એક તરફી કામગીરી કરતી હોવાના આક્ષેપો કર્યા છે.