યુક્રેનમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના ગૃહમંત્રી અને બે બાળકો સહિત 16ના મોત થયા છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. આ હેલિકોપ્ટર ક્રેશ યુક્રેનના બ્રોવેરી શહેરમાં એક કિન્ડરગાર્ટન પાસે થયો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, આ ઘટનામાં યુક્રેનના ગૃહમંત્રી ડેનિસ મોનાસ્ટીરસ્કીનું પણ મોત થયું છે.
યુક્રેનના પોલીસ વડા ઇહોર ક્લેમેન્કોએ પુષ્ટિ કરી છે કે મૃતકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે. ક્લેમેન્કોએ જણાવ્યું હતું કે કિવના પૂર્વ ઉપનગર બ્રોવેરીમાં ક્રેશ થયેલા ઇમરજન્સી સર્વિસ હેલિકોપ્ટરમાં માર્યા ગયેલા નવ લોકો સવાર હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 10 બાળકો સહિત કુલ 22 લોકો ઘાયલ થયા છે. પ્રારંભિક અહેવાલો મુજબ, હેલિકોપ્ટર, ‘યુરોકોપ્ટર EC225 સુપર પ્યુમા’ ધુમ્મસભર્યા વાતાવરણમાં ઉડી રહ્યું હતું જેના કારણે અકસ્માત થયો હતો.
Sixteen people including Ukraine's interior minister and other senior ministry officials were killed when a helicopter crashed outside Kyiv in the town of Brovary, reported Reuters citing Ukraine's national police chief
— ANI (@ANI) January 18, 2023
જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ ક્રેશ અકસ્માત હતો કે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન થયેલા હુમલાનું પરિણામ.
આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયન મહિલાએ તીર મારવા માટે પગનો ઉપયોગ કર્યો, તોડ્યો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ
આ પણ વાંચો:માઈક્રોસોફ્ટ કંપની આજથી કર્મચારીઓની કરશે છટણી, આટલા હજાર લોકો પ્રભાવિત થશે,જાણો
આ પણ વાંચો:નેપાળ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના મૃતદેહો પરિવારજનોને સોંપાયા
આ પણ વાંચો:UNએ 150 આતંકવાદીઓને કર્યા બ્લેક લિસ્ટ,ભારતે નિર્ણયને આવકાર્યો
