Gujarat/ ઝાલાવાડમાં અલગ-અલગ જગ્યાથી 10 જેટલા વાહન ચોરી કરનાર ચોર જબ્બે, લાખોનો માલ જપ્ત

સુરેન્દ્રનગર શહેરમાંથી તા. 24 ડિસેમ્બરના રોજ ઇકો કારની ચોરી થઇ હતી. આ કાર ચોરીમાં ઝડપાયેલ શખ્સને એલસીબી ટીમે કટુડાથી ઝડપી લીધો છે….

Gujarat Others
Mantavya 23 ઝાલાવાડમાં અલગ-અલગ જગ્યાથી 10 જેટલા વાહન ચોરી કરનાર ચોર જબ્બે, લાખોનો માલ જપ્ત

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરમાંથી તા. 24 ડિસેમ્બરના રોજ ઇકો કારની ચોરી થઇ હતી. આ કાર ચોરીમાં ઝડપાયેલ શખ્સને એલસીબી ટીમે કટુડાથી ઝડપી લીધો છે. કાર ચોરી ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાંથી તેણે 9 બાઇક ચોર્યા હોવાની પણ પોલીસ સમક્ષ કબુલાત કરી છે. પોલીસે કાર અને 9 બાઇક સહિત રૂપીયા 3.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સુરેન્દ્રનગર શહેરમાં વાહનચોરીના વધી રહેલા બનાવોના ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ કડક આદેશો કર્યા હતા. આ દરમિયાન શહેરમાંથી તા. 24 ડિસેમ્બરના રોજ થયેલ ઇકો કારની ચોરી કરનાર શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેની તપાસ કરતા તે વઢવાણ તાલુકાના કટુડાનો હોવાની વિગતો મળતા એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલની સૂચનાથી પીએસઆઇ વી.આર.જાડેજા સહિતનાઓએ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે કટુડાના 19 વર્ષીય હરદીપ સવજીભાઇ માલકીયાને ઝડપી લીધો હતો. આ શખ્સે ઇકો કાર ઉપરાંત સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી 9 બાઇક ચોર્યાની પણ કબુલાત કરી હતી. ચોરીના 4 બાઇક તેના ઘરેથી અને 5 બાઇક નર્મદા કેનાલ નજીક બાવળોમાં સંતાડેલા પણ પોલીસે કબજે કર્યા છે.

આ વાહનો તે કોઇ ગેરેજવાળા કે ભંગારવાળાને વેચવાની ફિરાકમાં હતો તે પહેલા પોલીસે તેને ઝડપી લીધો છે. આ ચોરીઓ તેને એકલા જ કરી હોવાનું પણ પોલીસને જણાવ્યુ છે. એલસીબી ટીમે કાર અને 9 બાઇક સહિત રૂપિયા 3.40 લાખનો મુદ્દામાલ કબજે કરી હાલ હરદીપ માલકીયાને જોરાવરનગર પોલીસના હવાલે કર્યો છે. શહેરની આયુર્વેદીક હોસ્પીટલ પાસે પાર્ક કરીને સાવડાનો પરિવાર લગ્નની ખરીદી કરવા ગયો હતો. ત્યારે ભેજાબાજ હરદીપ માલકીયાએ હોસ્પિટલનું કામ છે, કારની ચાવી ખોવાઇ ગઇ છે તેમ કહી ચાવીવાળા પાસે ડુપ્લીકેટ ચાવી બનાવી હતી. આ ડુપ્લીકેટ ચાવીથી કારનો દરવાજો ખોલી તેની ઉઠાંતરી કરી હતી. કટુડાનો હરદીપ માલકીયા બાઇકનું જો હેન્ડલ લોક હોય તો તેને તોડી બાઇકને ડાયરેકટ કરીને જ તેની ઉઠાંતરી કરતો હતો. બાઇકને ડાયરેકટ કરવા માટે તે પાના-પકડ પણ સાથે જ રાખતો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો