Idar Market Yard/ મગફળીના વેચાણમાં વેપારીઓની ગોલમાલ, ખેડૂતોના ઉતારા બતાવી ઊંચા ભાવે વેચાણ

ઇડર (Idar)માં મગફળી (peanuts)ના વેપાર (Trade)માં ગોલમાલની રાવ ઉઠી. હાલમાં યાર્ડમાં મગફળીની ખરીદપ્રક્રિયા થઈ રહી છે.

Top Stories Gujarat Others

Idar News: ઇડર (Idar)માં મગફળી (peanuts)ના વેપાર (Trade)માં ગોલમાલની રાવ ઉઠી. હાલમાં યાર્ડમાં મગફળીની ખરીદપ્રક્રિયા થઈ રહી છે. મગફળીના ટેકાના ભાવની ખરીદીમાં વેપારીઓ ખોટી રીતે કમાણી કરતા હોવાની ફરિયાદો થઈ રહી છે. ખેડૂતોના ઉતારાદર્શાવી કમાણી કરી લેતા કેટલાક વેપારીઓ ઉતારા પેટે બેથી ત્રણ હજાર ખેડૂતો (Farmer)ને આપી બાકીના પોતાના ખિસ્સામાં નાખે છે. રાજ્યભરમાં અત્યારે મગફળીની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા થઈ રહી છે. ઓનલાઈન નોંધણી કરાવી કેન્દ્રો શરૂ કરાવ્યા બાદ મગફળીની ટેકાના ભાવે ખરીદી થાય છે.

ગુજરાતમાં મગફળી બગાડશે બીજેપીનો રાજકીય ખેલ? - BBC News ગુજરાતી

રાજ્યના ખેડૂતો મગફળીનું વેચાણ કરવા ટ્રેકટર સાથે વહેલી સવારથી કેન્દ્રમાં લાઈન લગાવી ઉભા રહે છે. ખરીદ કેન્દ્ર પર લાંબી લાઈનમાં ઉભા રહેલ ખેડૂતોને આખો દિવસ નહી પરંતુ 2 દિવસ પણ લાગતા હાયો છે. મગફળીનું વેચાણ કરી સારી આવક મળે માટે તેઓ સરકારી કેન્દ્રમાં આવતા હોય છે જેથી કરીને તેમને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે. પરંતુ 2 જેટલા લાઈનમાં ઉભા રહેલ ખેડૂતોને લાંબા સમય સુધી રાહ જોનારા ખેડૂતોને લોભી વેપારીઓ લાલચ આપે છે. અને લાંબો સમય ચાલતી વેચાણની પ્રક્રિયાથી કંટાળીને ખેડૂત લોભી વેપારીઓને મગફળીનું વેચાણ કરી દે છે. વેપારીઓ દ્વારા હરાજી રૂ થયા પહેલાં જે ખેડૂતો પાસેથી મોટી માત્રામાં મગફળીની ખરીદી કરી પોતાના ગોડાઉનમાં ભરી દે છે.

ગુજરાતમાં મગફળી બગાડશે બીજેપીનો રાજકીય ખેલ? - BBC News ગુજરાતી

હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા મગફળીના વેચાણનવે લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતમાં ટેકાના ભેવા મગફળીની ખરીદી માટેના કેન્દ્રોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ટેકાના ભાવે મગફળીના વધુ રૂપિયા કમાવવાની લાલચે ખેડૂતો પાસેથી રજીસ્ટ્રેશન કરેલા ખેતીના ઊતરા માત્ર બે હજાર રૂપિયામાં લઈને મગફળી ભરાવી દેતા હોવાની ફરિયાદો સામે આવી. વેપારીઓ ખેડૂતોની સ્થિતિનો લાભ લઈ ખેડૂતોના નામના ઊતારા દીઠ આશરે 100 મણ મગફળીના રૂ.20 હજાર કમાઈ લે છે જ્યારે ખેડૂતને બે હજાર આપતા હોવાનો ખેલ ખેલાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે યોગ્ય સરકાર દ્વારા યોગ્ય તપાસ હાથ તેવી માંગ ઉઠવા પામી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી : ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજુ ફરી વળશે

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વધશે ઠંડી : હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો: ગુજરાતમાં ક્યારે પડશે હાડ થીજવતી ઠંડી ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?