કોરોનાને લીધે પરિસ્થિતિ વણસી હતી જેના લીધે અનેક પરિક્ષાઓ રદ કરવામાં આવી હતી પરતું કાયદાના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઇને બાર કાઉન્સીલર ઓફ ઇન્ડિયાઓ પ્રેસનોટ બહાર પાડી જણાવ્યું કે બાર કાઉન્શીલર ઓફ ઇન્ડિયા વિદ્યાર્થીઓની પરીક્ષા વચ્ચે કોઈ પણ જાતની દખલગીરી કરશે નહી. યુનિવર્સિટી તેમના લોકલ શરતો ઉપર નિર્ણય લેવા સક્ષમ છે. આ ઉપરાંત બાર કાઉન્શીલર ઓફ ઇન્ડિયાઓ બનાવેલી એક્સપર્ટ કમિટીએ રજૂ કરેલા રિપોર્ટમાં પણ માસ પ્રમોશન આપવાને બદલે ફરજિયાત પરીક્ષા લેવા અંગે સૂચન કરવામાં આવ્યું છે.
હાઇકોર્ટમાં કાયદાના વિદ્યાર્થીઓએ પરીક્ષા ઓફલાઈન ન લે અને ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે અથવા તો પરીક્ષા રદ કરવામાં આવે. તે માટેની અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે અરજી રદ કરી હતી. આજે શુક્રવારે બાર કાઉન્એશીલરે પ્રેસ નોટ બહાર પાડીને જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીએ પોતાનો નિર્ણય સ્વતંત્ર રીતે લેવા જોઈએ. તેમજ કાયદા શાખાના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ અપાય. વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઇન કે ઓફલાઇન લેવી તે અંગેનો નિર્ણય યુનિવર્સિટી પોતાના વિસ્તારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કરવા કાઉન્સિલે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે હવે રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.કોરોના સંક્રમણ ઘટતા હવે પરીક્ષાનું આયોજન ગાઇડલાઇન સાથે થઇ શકે છે.
