Not Set/ અમદાવાદ/ તાંત્રિક વિધિના બહાને ઢોંગી બાબાએ સગીર યુવતી પર ગુજાર્યો બળાત્કાર

અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક ઢોંગી બાબા દ્વારા તાંત્રિક વિધિના બહાને સગીર યુવતી પર બળાત્કાર ગુજારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિકોલ પોલીસે ફરિયાદ બાદ આરોપી ઢોંગી બાબા રઈઝ રાવલની ધરપકડ કરી હતી. અમદાવાદમાં સગીર યુવતીની સગાઇ એક યુવક સાથે કરવામાં આવી હતી. યુવકને ઊંધમાં ચોકી જવાની બીમારી હતી. તેનામાં કોઈ ભૂત-પ્રેત હોવાનુ કહીને સગીર યુવતી તેને […]

Ahmedabad Gujarat

અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક ઢોંગી બાબા દ્વારા તાંત્રિક વિધિના બહાને સગીર યુવતી પર બળાત્કાર ગુજારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિકોલ પોલીસે ફરિયાદ બાદ આરોપી ઢોંગી બાબા રઈઝ રાવલની ધરપકડ કરી હતી.

અમદાવાદમાં સગીર યુવતીની સગાઇ એક યુવક સાથે કરવામાં આવી હતી. યુવકને ઊંધમાં ચોકી જવાની બીમારી હતી. તેનામાં કોઈ ભૂત-પ્રેત હોવાનુ કહીને સગીર યુવતી તેને ઢોંગી બાબા રઈઝ રાવલ પાસે લઈ ગઈ. આરોપી રઈઝ રાવલે તાંત્રિક વિધિની વાત કરી હતી જેણે યુવકની ભૂત-પ્રેત હોવાનું કહીને તાંત્રિક વિધિના બહાને બાબાએ પાંચ હજાર રૂપિયા લીધા અને નદીના કાંઠે તાંત્રિક વિધિ શરૂ કરી.

પરિવારની હાજરીમાં ગુજાર્યો બળાત્કાર

પોલીસે જણાવ્યું કે તાંત્રિક વિધિ દરમિયાન સગીર યુવતીનો અને યુવકનો પરિવાર પણ હાજર હતો. આરોપી રઈઝ રાવલે કહ્યું કે, સાગ્રી યુવતી અને યુવકની સગાઇ થઇ ગઈ છે એટલે બંનેને વિધિમાં સાથે બેસવું પડશે, બંનેને અલગ અગલ કરીને નદી કાંઠે જવું પડશે. તાંત્રિકે પહેલા યુવકને નદી કિનારે લઇને વિધિ કરી અને ત્યારબાદ સગીર યુવતીને લઈ ગયો. જ્યાં તેણે સગીર યુવતીને ઝાડીની પાછળ લઈ ગઈ. ત્યારબાદ તેની સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.  જે બાદ ઢોંગી બાબાએ કોઈને આ વિશે કહીશ તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી.

પોલીસે જણાવ્યું કે ફરિયાદ બાદ આરોપી રઈસ રાવલની ધરપકડ કરવામાં આવી હતી. તેણે પોતાનો ગુનો પણ કબૂલ્યો છે. હાલ તેને કોર્ટમાં રજુ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.