CNG price/ પેટ્રોલના ભાવમાં ઘટાડા બાદ હવે CNGને લઈને મોટા સમાચાર

સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) એ પણ સરકારને CNGની કિંમતોમાં ઘટાડો કરવા વિનંતી કરી છે અને કહ્યું છે કે તેની કિંમતમાં ઘટાડો થવાથી સામાન્ય માણસને…

Top Stories Business
CNG નો ભાવ

CNG નો ભાવ: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા બાદ હવે CNGની કિંમતને લઈને મોટા સમાચાર આવ્યા છે. સિયામે સરકારને સીએનજીના ભાવમાં ઘટાડો કરવા અને સ્ટીલ અને પ્લાસ્ટિક ઉત્પાદનોના ચોક્કસ કાચા માલ પરની આયાત ડ્યૂટી ઘટાડવા વિનંતી કરી છે. જો આમ થશે તો આગામી સમયમાં CNGના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સિયામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા મંત્રી નિર્મલા સીતારમણને ટ્વિટર પર ટેગ કર્યા અને લખ્યું કે ઓટો ઉદ્યોગ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના નિર્ણયનું સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી મોંઘવારીનું દબાણ ઓછું થશે અને સામાન્ય માણસને રાહત મળશે.

સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) એ પણ સરકારને CNGની કિંમતોમાં ઘટાડો કરવા વિનંતી કરી છે અને કહ્યું છે કે તેની કિંમતમાં ઘટાડો થવાથી સામાન્ય માણસને રાહત મળશે અને જાહેર પરિવહન સરળ બનશે અને સ્વચ્છ વાતાવરણ ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત મહિનામાં સીએનજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સંગઠને સરકારને સ્ટીલ અને પ્લાસ્ટિક ઉત્પાદનોના કાચા માલ પરની આયાત જકાત ઘટાડવાનો પણ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આનાથી સ્થાનિક બજારમાં સ્ટીલની કિંમતો નીચે લાવવામાં મદદ મળશે.

ઇંધણ ઉત્પાદનોની સતત વધતી કિંમતોને કારણે સામાન્ય જીવન પર અસરને ધ્યાનમાં રાખીને સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં અનુક્રમે 8 રૂપિયા અને 6 રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: Prices Down/ પેટ્રોલ બાદ વધુ એક સારા સમાચાર, સરસવ, સોયાબીન સહિતના ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો

આ પણ વાંચો: નવી દિલ્હી/ ઘરમાં AC અને કાર તો પણ વર્ષોથી મફતનું  લઇ રહ્યા છે રાશન, ડોર ટુ ડોર સર્વેમાં ખોલી પોલ

આ પણ વાંચો: પંજાબ/ જેલમાં ભોજન નથી જમી રહ્યા નવજોત સિંહ સિદ્ધુ! આવી થઇ ગઈ છે હાલત, સામે આવ્યો ફોટો