Not Set/ નકલી માવામાંથી બનતી મીઠાઈઓનું ધૂમ વેચાણ- પ્રજા રામ ભરોસે

દહેગામ નગરપાલિકા વિસ્તારમાં બેરોકટોક નકલી માવામાંથી બનતી મીઠાઈઓનું ધૂમ વેચાણ થઈ રહુયું છે.નગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફટી ઓફિસર દ્વારા આજદિન સુધીમાં કોઈ મીઠાઈની દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું નથી.લોકોન શુદ્ધ મીઠાઈ મળે અને આરોગ્ય સાથે ચેળા ન થાય તેની તકેદારી રાખવાની ફરજ આ અધિકારીઓની હોય પરંતુ ક્યારેય દહેગામમાંથી આવા બિન આરોગ્યપ્રદ વેચાણ નમૂનાઓ પણ લેવામાં આવ્યા […]

Gujarat
vlcsnap error943 નકલી માવામાંથી બનતી મીઠાઈઓનું ધૂમ વેચાણ- પ્રજા રામ ભરોસે

દહેગામ નગરપાલિકા વિસ્તારમાં બેરોકટોક નકલી માવામાંથી બનતી મીઠાઈઓનું ધૂમ વેચાણ થઈ રહુયું છે.નગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફટી ઓફિસર દ્વારા આજદિન સુધીમાં કોઈ મીઠાઈની દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું નથી.લોકોન શુદ્ધ મીઠાઈ મળે અને આરોગ્ય સાથે ચેળા ન થાય તેની તકેદારી રાખવાની ફરજ આ અધિકારીઓની હોય પરંતુ ક્યારેય દહેગામમાંથી આવા બિન આરોગ્યપ્રદ વેચાણ નમૂનાઓ પણ લેવામાં આવ્યા નથી.

દહેગામમાં અમદાવાદ રોડ પર અતિથિ હોટલની બાજુમાં માવો બનાવવાની ખુલ્લામાં ફેકટરી આવેલ છે જયાં આરોગ્યને લગતી કોઈ તકેદારી રાખવામાં આવતી નથી અને સ્ટેટ હાઇવે પર વાહનોની આવન જાવન મોટા પ્રમાણમાં છે.ખુલ્લી જગ્યામાં વાહનોની ધૂળ ઊડતી હોય છે લોકોની જાહેર સુખાકારી માટે કોઈજોવા વાળું નથી. ગાંધીનગર તથા નગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ આ બધું થઈ રહ્યું છે અધિકારીઓને તો માત્ર તેમના હિત દેખાય છે.

ઉનાળાની ઋતુમાં વધારે ગરમીમાં જિલ્લા કલેકટરશ્રી સતિષ પટેલ દ્વારા ખુલ્લામાં વેચાણ થઈ રહેલા શેરડીના કોલાઓ વાળાઓની તપાસ કરીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં જણાવવામાં આવ્યું હોય ત્યારે પણ નગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી એટલે આવા રીઢા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય છે.હાલમાં તો પ્રજા રામ ભરોસે છે.