Not Set/ હવામાન વિભાગે કરી આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત. ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્કયુલેશન સક્રિય થયુ છે. જેને કારણે ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન ખાતાનાં જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ વરસવાની શક્યતા જોવા મળી છે. ખાસ કરીને શહેરોને અનુલક્ષીને વાત કરવામાં આવે તો વલસાડ અને નવસારીમાં વધારે વરસાદ વરસવાની શક્યતા જોવા મળી છે. મધ્ય […]

Top Stories Gujarat
00hgfs 925wind હવામાન વિભાગે કરી આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત.

ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્કયુલેશન સક્રિય થયુ છે. જેને કારણે ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન ખાતાનાં જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ વરસવાની શક્યતા જોવા મળી છે.

ખાસ કરીને શહેરોને અનુલક્ષીને વાત કરવામાં આવે તો વલસાડ અને નવસારીમાં વધારે વરસાદ વરસવાની શક્યતા જોવા મળી છે. મધ્ય ગુજરાતમાં દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદ વરસવાની શક્યતા જોવા મળી છે. મહત્વનુ છે કે મોસમના પહેલા વરસાદમાં પણ દક્ષીણ ગુજરાતમાં વધારે વરસાદ વરસ્યો હતો.

આ વખતે મોસમનો 60 ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. તાપી નદીના પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા હતા. ખેતરોમાં પાણી વહેવાના કારણે અતિવૃષ્ટિનો માહોલ સર્જાયો હતો.