Not Set/ ૧0 ટન કોકેન પકડી પાડનાર કુતરા માથે રાખ્યું છે માફિયા ડોને ૪ લાખ રૂપિયાનું ઇનામ

કોલમ્બિયા, કોલમ્બિયાના એક કુતરાએ આ કારનામું કર્યું છે. પોતાની અદભુત સુંઘવાની શક્તિથી આ સ્નીફર કુતરાએ 10 ટન કોકેન પકડાવ્યું છે. આ કોકેન ડ્રગ માફિયા ડેરો એન્ટોનિયો ઉસુગાનું હતું અને ગુસ્સામાં આવીને આ માફિયા ડોને આ કસ્નીફર ડોગ જેનું નામ સોમબ્રા છે એના પર સાત હજાર ડોલર ( ૪ લાખ ૮૧ હજાર)નું ઇનામ રાખ્યું છે. સુરક્ષા […]

Top Stories World
Sombra drug dog lead NTD tiempo ૧0 ટન કોકેન પકડી પાડનાર કુતરા માથે રાખ્યું છે માફિયા ડોને ૪ લાખ રૂપિયાનું ઇનામ

કોલમ્બિયા,

કોલમ્બિયાના એક કુતરાએ આ કારનામું કર્યું છે. પોતાની અદભુત સુંઘવાની શક્તિથી આ સ્નીફર કુતરાએ 10 ટન કોકેન પકડાવ્યું છે. આ કોકેન ડ્રગ માફિયા ડેરો એન્ટોનિયો ઉસુગાનું હતું અને ગુસ્સામાં આવીને આ માફિયા ડોને આ કસ્નીફર ડોગ જેનું નામ સોમબ્રા છે એના પર સાત હજાર ડોલર ( ૪ લાખ ૮૧ હજાર)નું ઇનામ રાખ્યું છે.

સુરક્ષા માટે આ કુતરાને બગોટા એરપોર્ટ પર ખડેપગે રાખવામાં આવ્યો છે. આ સોમબ્રા સ્નીફર ડોગને પોલીસ સિક્યોરીટી આપવામાં આવી છે.

પોલીસ કોકેન ટ્રેનર જિસન કર્ડોનાએ કહ્યું હતું કે, માત્ર સોમબ્રા નહી, ઘણા પોલીસ કુતરાઓને આવી ધમકી મળી ચુકી છે. સોમબ્રાએ વર્ષ ૨૦૧૬માં ૨.૯ ટન કોકેન પકડી પાડ્યું હતું જે કેળાની અંદર ભરવામાં આવ્યું હતું. પછીના જ વર્ષે આ જ ટ્રીકથી ૧.૧ ટન કોકેન પકડ્યું હતું. સોમબ્રા ઘણા ડ્રગ સ્મગ્લર્સને પકડાવી ચુક્યો છે.

કોલમ્બિયામાં આ સોમબ્રા કુતરો ઘણો લોકપ્રિય છે. લોકો આ કુતરા સાથે સેલ્ફી પણ પાડે છે. આ કુતરાને એક ડોગ હાઉસ માંથી લાવામાં આવ્યો હતો અને ત્યારબાદ એને ડ્રગ સુંઘીને પકડવાની ટ્રેનીંગ આપવામાં આવી. ત્યારબાદ આ કુતરાને ફિલ્ડ પર ઉતારવામાં આવ્યો. આ સ્નીફર ડોગની ખાસ વાત એ છે કે એમની સુંઘવાની શક્તિ બહુ સારી હોય છે.